દિવાળીની રાત્રે સિંધુ ભવન રોડ પર ટાઇમ સ્કેવર બિલ્ડિંગ પાસે યુવકને ચાકૂના ઘા મારી સફેદ રંગની બીએમડબ્લ્યૂ કારમાં ફરાર આરોપી રવિ પટેલ નારણપુરા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે. રવિ પટેલ બનાવને પગલે ફરાર થઈ જતાં પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.
રવિના પિતાની રાજકીય કારકિર્દી પણ હેરસૂલન માલિકના સ્યુસાઇડ બાદ આટોપાઈ હતી. જે કેસમાં પૂર્વ કોર્પોરેટર નીતિન પટેલની નારણપુરા પોલીસે ધરપકડ કરી હતી. નીતિન પટેલના વિવાદ પુત્ર રવિને લઈને પરિવાર વિવાદમાં આવ્યો છે.
બનાવની વિગત મુજબ ગુરુકુળ રોડ પર વિશ્રામનગર સોસાયટીમાં રહેતો અને એન.એમ.ઝાલા કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતો રુતવ ઉત્કર્ષ શાહ (ઉં,૧૯) દિવાળીના દિવસે તેના ભાભી કનિષ્કા, ભાઈ ધર્મેન્દ્ર, દુર્વેશ તેમજ મિત્રો સાથે સિંધુભવન રોડ ટાઇમ સ્કવેર બિલ્ડિંગ પાસે જાહેર રોડ પર રાત્રે ૧૦ વાગ્યે ફટાકડા ફોડી રહ્યો હતો.
દરમિયાનમાં ૧૨ વાગ્યે રોડની સામેની સાઇડે કેટલાક યુવકો પણ ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાનમાં રુતવના ગ્રૂપમાં કોઈએ રોકેટ ફોડતાં તે રોડની સામેની સાઇડે ફટાકડા ફોડતા લોકો તરફ જતાં કેટલાક લોકો ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયેલા શખ્સોએ રવિને ચાકૂના ઘા મારી ગંભીર ઈજા કરી હતી. હુમલાખોરો બીએમડબ્લ્યૂ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.