બેટરી ચાર્જ થતી વખતે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો, એકનું મોત…..

તેલંગાણાના નિઝામાબાદ જિલ્લામાં ઘરની અંદર મૂકેલા ઈલેક્ટ્રિક સ્કૂટરની બેટરીમાં વિસ્ફોટ થવાના કારણે એક 80 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું છે અને અન્ય બે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બુધવાર રાતની છે, જ્યારે બેટરી ચાર્જ થઇ રહી હતી. વિસ્ફોટ પછી થયેલી દુર્ઘટનામાં રામાસ્વામી નામના એક વ્યક્તિની દાઝવાના કારણે મૃત્યુ થયું હતું. અને પિતાને બચાવવાના પ્રયત્નોમાં તેનો દીકરો પ્રકાશ, પત્ની કમલમ્મા અને વહુ કૃષ્ણવેનીને ઈજા થઇ હતી.

મળતા રિપોર્ટ મુજબ પ્રકાશ એક વર્ષથી ઈલેક્ટ્રિક સ્કૂટરનો ઉપયોગ કરી રહી હતો, આ દુર્ઘટનાને લઈને પોલીસે ઈલેક્ટ્રિક સ્કૂટર નિર્માતા પ્યોર EVના વિરુદ્ધ બેદરકારીથી મૃત્યુનો કેસ નોંધાવ્યો છે. તેમજ, પ્યોર EVએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, ‘અમે આ ઘટનાના કારણે દુ:ખી છીએ અને પીડિત પરિવારના પ્રતિ સંવેદના વ્યક્ત કરીએ છીએ.’

ઈલેક્ટ્રિક વાહનોમાં વિસ્ફોટની ઘટનાઓ એવા સમયમાં વધી રહી છે, જ્યારે સરકાર ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની વાત કરી છે.અને દેશભરના અનેક વિસ્તારોથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે.

આ ઘટનાઓને લઈને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ચિંતા વ્યક્ત કરી છે. વાહનોમાં આગની ઘટનાઓને લઈને તેમને એક્સપર્ટ કમિટી બનાવવાની જાહેરાત કરી છે.અને તેમને ટ્વીટ કરીને આ ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું અને બેદરકારી સામે આવતા સંબંધિત કંપનીઓ પર ભારે દંડ લગાવવાની વાત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.