કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ શનિવારે અહીં આઇપીએલના ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં ફોર્મમાં રહેલી ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે ત્યારે તે પોતાના અભિયાનને ફરીથી પાટા ઉપર લાવવાના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઊતરશે. સતત ત્રણ પરાજયના કારણે શ્રેયસ ઐયરની ટીમ સાતમા ક્રમે સરકી ગઈ છે અને પોતાની પ્રથમ સિઝનમાં જ શાનદાર દેખાવ કરી રહેલી ગુજરાતની ટીમ સામે તેનું કામ વધારે મુશ્કેલ બનશે અને હાર્દિક પંડયાની ટીમ રમતના તમામ પાસામાં પ્રભાવશાળી દેખાવ કરી રહી છે. આ મુકાબલો બપોરે 3:30 કલાકે રમાશે.
ચેન્નઇ સામેની મેચમાં હાર્દિકની ગેરહાજરીમાં પણ ગુજરાતે વિજય હાંસલ કર્યો હતો. ડેવિડ મિલરે અણનમ 94 તથા ટેમ્પરરી સુકાની રાશિદ ખાને 40 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો. બીજી તરફ રાજસ્થાન સામેની મેચમાં કોલકાતાના બોલર્સ સામાન્ય સાબિત થયા હતા. ઉમેશ યાદવ, પેટ કમિન્સ તથા સ્પિનર વરુણ ચક્રવર્તી ખર્ચાળ સાબિત થયા હતા. કોલકાતા પાવરપ્લેમાં વિકેટ ઝડપવા માટે સંઘર્ષ કરી રહી હોવાથી ગુજરાત સામે ટિમ સાઉથીને રમાડવામાં આવે છે કે નહીં તે રસપ્રદ રહેશે. કોલકાતાનો સૌથી જૂનો ખેલાડી સુનીલ નરૈન વધુ એક વખત પોતાની પ્રતિષ્ઠા મુજબનો દેખાવ કરી રહ્યો છે. તેમે સાત મેચમાં 5.03ની એવરેજથી રન આપ્યા છે પરંતુ તેને બીજે છેડેથી સાથ મળી રહ્યો નથી. કોલકાતાના ભૂતપૂર્વ ખેલાડી શુભમન ગિલ અને નરૈન વચ્ચેનો મુકાબલો રસપ્રદ બની શકે છે. ગિલે વર્તમાન સિઝનમાં દિલ્હી સામે 84 તથા પંજાબ સામે 96 રનની ઇનિંગ રમી હતી.અને ગુજરાત ટાઇટન્સની બોલિંગ પણ મજબૂત છે. લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી તથા અફઘાન સ્પિનર રાશિદ ખાન વિકેટ ઝડપવાની સાથે રનરેટને કાબૂમાં રાખવાની ક્ષમતા ધરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.