એન્ડ્રોઈડ ફોન પર કોલ રેકોર્ડિંગ ટૂંક સમયમાં બંધ થઈ જશે, પરંતુ તે સંપૂર્ણ રીતે નહીં થાય. ગૂગલે તાજેતરમાં પોતાની પ્લે સ્ટોર પોલિસીને અપડેટ કરી છે અને જેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે જે 11 મેથી લાગુ થશે. નવી પોલિસીના ફેરફારથી પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન પર મોટી અસર પડશે.
રિમોટ કોલ ઓડિયો રેકોર્ડિંગ માટે એક્સેસિબિલિટી APIને અનુરોધ નહીં કરી શકાય અને જેનો અર્થ એ છે કે એપ્સને કોલ રેકોર્ડિંગની પરમિશન નહીં હોય. તેનો અર્થ એ છે કે ટ્રૂકોલર, ઓટોમેટિક કોલ રેકોર્ડર, ક્યુબ ACR અને બીજી પોપ્યુલર એપ કામ નહીં કરે.
જો તમારા એન્ડ્રોઈડ ફોનના ડાયલરમાં ડિફોલ્ટ તરીકે કોલ રેકોર્ડિંગ ફીચર છે, તો તમે કોલ રેકોર્ડ કરી શકો છો.અને ગૂગલે ખુલાસો કર્યો છે કે પ્રી-લોડેડ કોલ રેકોર્ડિંગ એપ અથવા ફીચર માટે એક્સેસિબિલિટી પરમિશનની જરૂર નહીં હોય, આ રીતે નેટિવ કોલ રેકોર્ડિંગ કામ કરશે.
ગૂગલના એક વેબિનારના એક પ્રેજેન્ટરે કહ્યું, જો એપ ફોન પર ડિફોલ્ટ ડાયલર છે અને પ્રી લોડેડ પણ છે અને તો ઈનકમિંગ ઓડિયો સ્ટ્રીમને એક્સેસ કરવા માટે એક્સેસિબિલિટી ક્ષમતાની જરૂર નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.