“ભાભીજી ઘર પર હૈ”ની અંગુરી ભાભી આ હવે ઇન્ટિમેટ સીન કરવા તૈયાર જાણો શુ કહ્યું??

કોમેડી ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં ‘અંગૂરી ભાભી’ના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી શુભાંગી અત્રેએ ઈન્ટીમેટ સીન ફિલ્માવવા અંગે મોટું નિવેદન આપ્યું છે. આ સિરિયલમાં શુભાંગી ‘અંગૂરી ભાભી’ બનીને પોતાની નિર્દોષતાથી બધાને પ્રભાવિત કરે છે અને તેથી તેને બોલ્ડ પાત્રમાં જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી સાબિત થશે નહીં.

ઈન્ટરવ્યુમાં શુભાંગી અત્રેને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઓનસ્ક્રીન ઈન્ટીમેટ સીન આપવામાં કમ્ફર્ટેબલ છે? આ સવાલના જવાબમાં શુભાંગી અત્રેએ કહ્યું હતું કે, ‘મને ઈન્ટિમેટ સીન આપવામાં કોઈ વાંધો નથી પરંતુ એ સીન યોગ્ય રીતે શૂટ કરવા જોઈએ અને આ સીન્સ જોઈને મારી દીકરીના મનમાં એવો સવાલ ન આવે કે મા શું કરી રહી છે?

શુભાંગી અત્રેના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની કારકિર્દીની સાથે સાથે પુત્રીના ઉછેરને લઈને ખૂબ જ ગંભીર છે. અને તમને જણાવી દઈએ કે શુભાંગી પહેલા આ પાત્ર અભિનેત્રી શિલ્પા શિંદે ભજવ્યું હતું.

એવું કહેવું ખોટું નહીં હોય કે શિલ્પાના કારણે જ અંગૂરીનું પાત્ર ઘર-ઘર લોકપ્રિય બન્યું હતું.અને જોકે, ફીને લઈને મેકર્સ સાથે વિવાદ થતાં શિલ્પાએ આ ટીવી સિરિયલ છોડી દીધી હતી. આ પછી, વર્ષ 2016 માં, સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ કરવા માટે શિલ્પાની જગ્યાએ શુભાંગી અત્રેને લાવવામાં આવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.