અલંગ આવી રહેલા જહાજમાંથી એક કરોડ રૂપિયાના માલમિલકતની ચોરી

અલંગ આવી રહેલા જહાજમાંથી એક કરોડ રૂપિયાના માલમિલકતની ચોરી અલંગ સોસિયામાં અંતિમ સફરે આવતા જહાજ દરિયાના પાણી માજ ટગ ખેંચીને લાવતી હોય તે સમયે હોડીઓ લઈને ચોરીને અંજામ આપવામાં આવે છે.અને આ પ્રકારના બનાવો પ્રકાશમાં આવવા લાગ્યા છે. દુનિયાના અવ્વલ નંબરના જહાજવાડા તરીકે અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડનો સમાવેશ થાય છે. પરંતુ શિપ બ્રેકરો જહાજ લાવી રહ્યા છે તે જહાજ સલામત રીતે નથી પહોંચતા.

સુરક્ષા એજન્સીઓથી શિપ બ્રેકરોને લાગલગાટ જહાજમાંથી દરિયાના પાણીમાંજ થતી ચોરીઓને લઈ નાખુશની લાગણી શિપ બ્રેકરો વ્યક્ત કરી રહ્યા છે. શિપ બ્રેકર મુકેશ પટેલ એ જણાવ્યું હતું કે ડેડ વેસલને પોતાના પ્લોટમાં બુધવારે ખેંચીને લાવવામાં આવતું હતું. અને એ સમયે સ્થાનિક તસ્કરોની ટોળકી હોડીઓ લઇને પહોંચી ગયા હતા.

જહાજમાંથી દસ ટન કોપર, વાલ્વ, બેરિંગ, મશીનરી પાર્ટ્સ મળી એકાદ કરોડ રૂપિયાની વસ્તુ ચોરી ગયા છે. જે જે વસ્તુ ચોરાઈ છે તેનું આખું લિસ્ટ મરીન પોલીસને આપેલ છે.આ બાબતે અલંગ મરીન પો. ઇ ડામોરને જાણ થતાં તેઓ એ તસ્કર ટોળકી અને ચોરાયેલા માલની તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.અને તેઓએ ચોરીના મામલે ફરીયાદ અને તસ્કરોના નેટવર્કનો પર્દાફશ કરવાની કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.