બોલિવૂડ હીરોઈન અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીનો જન્મદિવસ ભૂતાનમાં ઉજવ્યો. આ પહેલા પણ કોફી પીતી તસવીરો વાયરલ થઈ ચૂકી છે. હવે અનુષ્કાએ આ જ ટ્રિપ દરમિયાન કેટલીક નવી તસવીરો વાયરલ કરી છે.
અનુષ્કા શર્માએ ટ્વીટર પર નવી તસવીરો શેર કરી છે. કોઈ મઠમાં જોવા મળી રહ્યા છે. બંન્ને સાથે સાથે ઘણા દીવા પણ જોવા મળી રહ્યા છે. તો બીજી એક તસવીરમાં તે દીવાને પ્રગટાવતા પણ જોવા મળી રહ્યા છે. ફોટો શેર કરીને લખ્યું કે, તે મારા માટે ભગવાનના આશીર્વાદ છે. મારો મિત્ર છે. મારો આત્મવિશ્વાસ છે. મારો સાચો પ્રેમ છે.
અનુષ્કાએ આગળ લખ્યું કે હું ઉમ્મીદ કરું છું કે, તમને એ રોશની મળે જે હંમેશા રસ્તો બતાવે અને તમે દરેક સાચા નિર્ણય લઈ શકો. એક તસવીરમાં અનુષ્કાએ લખ્યું કે, આજે સાડા 8 કિલોમીટરની ચઢાઈ કરીને અમે એક નાનકડા ગામમાં પહોંચ્યા. ત્યાં એક જગ્યાએ રોકાયા અને 4 મહિના નાના ગાયના વાછરડાને ખાવાનું ખવડાવ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.