ગુજરાતી ડિરેક્ટરે ડિરેક્ટ કરેલી બૉલીવુડ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું પહેલું સોંગ રીલિઝ

રણવીર સિંહની આગામી ફિલ્મ જયેશભાઈ જોરદારનું પહેલું સોંગ ફાયરક્રેકર રીલિઝ થઇ ગયું છે. આ સોંગમાં રણવીર સિંહ એક ચુલબુલા અંદાજમાં જોવા મળી રહ્યો છે.અને આ ગીતને વિશાલ દદલાની, શેખર રવજિયાનીએ ગાયું છે અને વિશાલ-શેખરે ગીતનું મ્યૂઝીક આપ્યું છે. ગીતને કુમાર અને વાયુએ લખ્યું છે.

આ ફિલ્મને ગુજરાતી ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરી છે.થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું મજેદાર ટ્રેલર રીલિઝ થઇ ગયું હતું. જેમાં રણવીર સિંહ અને શાલિની પાંડે સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર ખૂબ જ એન્ટરટેનિંગ છે.

રણવીર સિંહની ‘જયેશભાઇ જોરદાર’ સ્ટાઈલ લોકોને ખૂબ જ પસંદ આવશે. ફિલ્મ થિયેટરમાં 13 મેના દિવસે રીલિઝ થશે. મૂવિમાં રણવીર સિંહના ઉપરાંત શાલિની પાંડે, રત્ના પાઠક શાહ, દીક્ષા જોશી અને બોમન ઈરાની મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન દિવ્યાંગ ઠક્કરે કર્યું છે, આ એક સોશિયલ કોમેડી ડ્રામા મૂવી છે. ફિલ્મને આદિત્ય ચોપડા, મનીષ શર્માએ પ્રોડ્યૂસ કર્યું છે.અને ફિલ્મમાં રણવીર સિંહ એક ગુજરાતી વ્યક્તિ બન્યો છે, જે સમાજમાં મહિલાઓ અને પુરૂષોના સમાન અધિકારો આપવામાં આવે તેના પર વિશ્વાસ રાખે છે.

આ કહાની છે, જયેશની મજેદાર દુનિયાની, જ્યાં માત્ર તેના પિતા આદેશ આપે છે, જયેશના પિતા (બોમન ઈરાની) ગામના સરપંચ છે, તેમના પછી સરપંચની સત્તા મળશે જયેશને અને જયેશ પછી આ સત્તા કોને મળશે, તેની કહાની આ ફિલ્મમાં જોવા મળશે. જયેશના પિતા ઈચ્છે છે કે, ઘરમાં એક કુલદીપક આવે, જેથી તે વારિસ બની શકે, જયેશની પહેલાથી જ એક દીકરી છે, હવે જયેશની પત્ની મુદ્રા (શાલિની પાંડે) ફરીથી પ્રેગ્નન્ટ છે.અને જયેશના ઘરે દીકરો આવશે કે દીકરી, આ સૌથી મોટો ટ્વીસ્ટ છે. દીકરો આવશે તો વારિસ બનશે, દીકરી થઇ તો તેને રસ્તાથી હટાવી દેવામાં આવશે.

તપાસમાં સામે આવ્યું છે કે, જયેશના ઘરે દીકરી આવવાની છે, તો પછી શું, જયેશ પોતાની દીકરીને બચાવવા માટે ઘર છોડીને ભાગી છે. સરપંચ પિતા અને દીકરો જયેશની આ ભાગમભાગનો શું પરિણામ આવશે, શું જયેશના ઘરે ફરી દીકરીનો અવાજ સંભાળવા મળશે અને શું જયેશના સરપંચ પિતાના વિચાર બદલાશે? આનો જવાબ તો ફિલ્મ જોયા બાદ જ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.