હેરોઇન પકડવા બાબતે રાજ્ય પોલીસ વડા આશિષ ભટિયાએ આપી માહિતી..

પાકિસ્તાના દરિયા માર્ગે ભારત ઘૂસડવામાં આવતા હેરોઇન જથ્થાને બતામીના આધારે ગુજરાત એ. ટી .એસ અને કોસ્ટગોર્ડ સયુંકત ઓપરેશન પાર પાડી પાકિસ્તાની અલ હજ બોટમાં તાલશી લેતા હેરોઇના 55 પેકેટ સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જેની બજાર કિંમત 280 કરોડથી પણ વધુ માનવામાં આવી રહી છે તે અંગે ગુજરાત પોલીસ વડા આશિષ ભટિયા પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસડાવાનું ષડયંત્ર પાકિસ્તાનું હતુ જેણે ગુજરાતની સુરક્ષા એજન્સી ઇન્ડિયન કોસ્ટગાર્ડ ગુજરાત એ. ટી.એસ મધદરિયે સર્ચ આોપરેશન હાથ ધરી હેરોઇન ધૂસાડવાનુ કાવતરૂ નિષ્ફળ બનાવ્યુ હતુ ઓપરેશન દરમિયાન ફાયરિંગ થયા હોવાની પણ ઘટના સામે આવી છે.

છેલ્લા ત્રણ દિવસથી એજન્સીઓ દ્ઘારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું હતું પાકિસ્તાની અલહજ નામની બોટ સાથે 9 કૂ મેમ્બર પણ ઝડપી પાડ્યા છે જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડને જોતા પાકિસ્તાન બોટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં ફાયરિંગ દરમિયાન ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચી હતી પાકિસ્તાનના કરાચી માંથી મુસ્તફા નામના શખ્સે હેરાઇનનો જથ્થો ભારત મોકલ્યો હતો હેરોઇન કયા કોને આપવાનો હતો તે અંગે હાલ તપાસ ચાલી રહી છે અને જેમાં આફઘાન બનાવટની તૈયારી હેરાઇન મળી આવી હતી પકડાયેલા આરોપીઓને રિમાન્ડ લેવામાં આવશે ગુનોં નોંધવામાં આવશે આ અલહજ બોટમાં 17 કેન્ટેનરો આવ્યા હતા હાલ દરિયાઇ વિસ્તારોમાં વધુ સુરક્ષા ગોઠવામાં આવી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.