સુરતમાં ઇલેક્ટ્રિક બાઈકમાં આગ લાગતા ભયનો માહોલ ફેલાયો..

બાઈકમાં આગ લાગવાની અનેક ઘટનાઓ બને છે અને તેમાં પણ ખાસ કરીને ઉનાળાની સિઝનમા આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. તેવી જ એક ઘટના સુરતના અમરોલીના શ્રીરામ ચોકડી પાસેના બીઆરટીએસ બસના ડેપો પાસે ઇલેક્ટ્રિક બાઇક લઇને વિવેકભાઇ હિંમતભાઇ ઘેલાણી ઘરેથી કામકાજ માટે નીકળ્યા હતા ત્યારે સવારે 8.52 કલાકે શ્રી રામ ચોકડી પાસે થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પહોંચતા અચાનક બાઇકમાં બેટરીમાં સ્પાર્ક થયો હતી અને ધુમાડો નીકળી રહ્યો હતો.

જેથી ચાલકે તુરણતજ સમય સુચકતા દાખવી બાઈક સાઈડમાં પાર્ક કરી દીધી હતી. પાર્ક કરેલી બાઈકમાં એકાએક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે પુરી બાઈકને ઝપેટમાં લઇ લીધી હતી. અને ઘટનાને પગલે ફાયર વિભાગને જાણ કરતા ફાયર દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બાઈક પર લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુ કરી હતી. જોકે આગની ઘટનામાં બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.