આઠ લાખના લાંચ પ્રકરણમાં ડીવાયએસપી જે.એમ. ભરવાડ સુપ્રીમ કોર્ટમાંથી જામીન ઉપર છૂટયા છે, જામીન ઉપર છૂટયાના થોડાક જ કલાકોમાં સોશિયલ મીડિયા ઉપર પોતે જ મળતિયાઓ મારફત પોતાને હીરો ઠેરવવાનો શરમજનક પ્રયાસ કર્યો છે.
સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરાયેલા વીડિયોમાં લાંચિયા ડીવાયએસપીની તસવીરો છે પરંતુ સિંઘમ ઈઝ બેકનું લખાણ લખાયું છે, વીડિયોમાં કહેવાય છે કે, મેરે દુશ્મન સમજ રહે થે કે મેં અબ કભી લોટ કર ન આઉંગા, યે ગુમનામી કા સમંદર હૈ, ઉસમેં હી ડૂબ જાઉંગા. ૨૬ સેકન્ડના આ વીડિયોમાં પોલીસ અધિકારી ઉપર અમને ગર્વ છે તેવું પણ લખાણ લખાયું છે. અત્યાર સુધી કાયદાથી ભાગતાં આ લાંચિયા અધિકારી જાણે વીરતા વર્ણવતાં હોય તેવા વીડિયોને લઈને ખુદ પોલીસ બેડામાં ફિટકાર વરસી રહ્યો છે.
ડીવાયએસપી જે.એમ. ભરવાડ આઠ લાખના લાંચ પ્રકરણમાં અત્યાર સુધી કાયદાથી જ નાસતા ફરતા હતા, જોકે સુપ્રીમમાંથી જામીન મળ્યા એના ગણતરીના કલાકોમાં જ પોતાને હીરો સાબિત કરવાનો સોશિયલ મીડિયા ઉપર શર્મનાક પ્રયાસો કરાયો છે, ખુદ પોલીસ અધિકારીઓ કહે છે કે, અત્યારે સમાજમાં એવી સ્થિતિ પ્રવર્તતી રહી છે કે, લોકો પોલીસને ગણતા નથી, પોલીસની આવી ખરાબ હાલત આવા અધિકારીઓના કારણે જ થઈ રહી છે.
લાંચિયા અધિકારીને હીરો બતાવવાની કોશિશના વીડિયોના કારણે પોલીસ તંત્રની છાપ સુધરવાની બદલે ઉલટાની બગડી રહી છે. પોલીસ તરફનું માન વધવાને બદલે ઉતરતું જણાઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.