લખનઉ સુપર જાયન્ટ્સના સુકાની લોકેશ રાહુલને મુંબઇ ઇન્ડિયન્સ સામે આઇપીએલની મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે 24 લાખ રૂપિયાની જંગી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.અને વર્તમાન સિઝનમાં રાહુલને બીજી વખત સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રથમ વખત તેને 12 લાખ રૂપિયાનો દંડ કરાયો હતો.
આઇપીએલની યાદીમાં જણાવાયું છે કે લોકેશ રાહુલને 24 લાખ રૂપિયાનો દંડ કરાયો છે પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ અન્ય ખેલાડીઓને છ લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા એમ બંનેમાંથી જે ઓછું છે તેનો દંડ કરાયો છે. સિઝનમાં બીજી વખત લખનઉની ટીમ તેના નિર્ધારિત સમયમાં 20 ઓવરનો ક્વોટા પૂરો કરી શકી નથી.અને આઇપીએલની આચારસંહિતા મુજબ સ્લો ઓવર રેટના વધુ એક ગુનામાં રાહુલ ઉપર એક મેચનો પ્રતિબંધ લાદવા આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.