ઓલરાઉન્ડર ઋષિ ધવન ફેસ માસ્કના કારણે ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. તેણે આ મેચમાં પારદર્શક ફેસ શિલ્ડ પહેર્યું હતું અને જેમાં બ્લેક સ્ટ્રિપ જોવા મળતી હતી. ફિલ્ડિંગ ટીમ જ્યારે મેદાનમાં ઊતરી ત્યારે દર્શકો પણ તેને જોતા રહી ગયા હતા. તો ચલો આપણે જાણીએ કે કેમ ઋષિ ધવન આ લુકમાં જોવા મળ્યો….
ઋષિ IPLની આ સિઝન પહેલા રણજી ટ્રોફી રમી રહ્યો હતો. ત્યારે સેકન્ડ રાઉન્ડની ગેમ દરમિયાન તેને ચહેરા પર બોલ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. એટલું જ નહીં ઋષિને હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ ખસેડાયો હતો. અને જ્યાં તેના સ્કેન થયા અને આ કારણોસર ઋષિ પંજાબ માટે પહેલાની શરૂઆતી કેટલીક મેચ પણ રમી શક્યો નહોતો.
ઋષિ ધવનની આ દરમિયાન નાકની સર્જરી થઈ હતી.મળતા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જેના કારણે ડોકટરે ફેસ શિલ્ડ પહેરીને જ તેને મેદાનમાં પ્રવેશવાની અનુમતિ આપી હતી. આ અંગે તેને પંજાબ કિંગ્સ તરફથી ફેન્સને ખાસ સંદેશો પણ આપ્યો હતો.
ઋષિ ધવને છેલ્લી મેચ 2016 મે મહિનામાં રમી હતી, ત્યાર પછી જોવા જઈએ તો લગભગ 6 વર્ષ પછી તે કમબેક કરી રહ્યો છે.અને તે અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં છે. તેવામાં પંજાબે આ સીઝનમાં તેની સામે વિશ્વાસ રાખી ટીમમાં પસંદ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.