Realme નો Realme Narzo 50Aપ્રાઈમ મોબાઈલ લોન્ચ કર્યો જાણો આ ફોનની કિંમત અને ફીચર્સ.

Realme કંપનીએ આજે ભારતમાં Realme Narzo 50A પ્રાઇમ લોન્ચ કર્યો છે.અને આ ફોન Narzo 50A સીરીઝના સ્માર્ટફોનમાં સામેલ થઇ ગયો છે, અત્યારે આ સીરીઝમાં Realme Narzo 50, Realme Narzo 50i અને Realme Narzo 50A સામેલ છે.અને નવા લોન્ચ થયેલા સ્માર્ટફોનમાં 50MPનો ટ્રિપલ કેમેરા સેટઅપ અને 5,000mAhની બેટરી આપવામાં આવી છે. આ દમદાર બેટરીની મદદથી તમને 49 કલાકનો કોલિંગ બેકઅપ મળશે

Realme Narzo 50A પ્રાઇમમાં કંપનીએ ચાર્જર આપ્યું નથી.અને આ રીતે આ કંપનીનો પહેલો એવો સ્માર્ટફોન બની ગયો છે કે જેને કંપની ચાર્જર વગર જ શિપિંગ કરી રહી છે. ચાર્જર ના લાવવા પાછળ કંપનીનું કહેવું છે કે, તે તેને પર્યાવરણના ઈ-વેસ્ટથી બચાવવા માંગે છે.અને કંપનીએ હવે ચાર્જરની જગ્યાએ ફોનના પ્રોસેસર, ડિસ્પ્લે અને સ્ક્રીન રિઝોલ્યૂશન પર વધુ ફોકસ કર્યું છે. કંપનીએ કહ્યું છે કે, અમે Narzo 50A પ્રાઇમના નવા યુઝર્સ પોતાના ઘરોમાં રહેલા ચાર્જિંગનો આ ફોનને ચાર્જ કરવા માટે ઉપયોગ કરી શકશે.

Realme Narzo 50A પ્રાઇમ ભારતમાં સિંગલ 4GB રેમ અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, ભારતમાં તેની કિંમત 12,499 રૂપિયા છે. જોકે, તે એમેઝોન ઇન્ડિયા પર તે 10,499 રૂપિયામાં લિસ્ટેડ છે. આ ડિવાઇસનું વેચાણ ભારતમાં 28 એપ્રિલે બપોરે 12 વાગ્યે Realme.com અને એમેઝોન ઇન્ડિયા દ્વારા શરૂ થશે.અને તે ફ્લેશ બ્લુ અને ફ્લેશ બ્લેક વેરિઅન્ટમાં મળશે.

Realme Narzo 50A પ્રાઇમમાં 6.6 ઇંચની ફુલ HD + ડિસ્પ્લે આપવામાં આવી છે અને જેનું રિઝોલ્યુશન 2408×1080 પિક્સલ, 180 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 600 નટ્સ પીક બ્રાઇટનેસ આપે છે.
આ ફોનમાં યુનિસોક T612 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4GB રેમ અને 128GB સુધીની સ્ટોરેજ સ્પેસ સાથે આવે છે.

સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર, B&W સેન્સર અને મેક્રો સેન્સર છે. ફોનના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે.
આ ફોન 18W ચાર્જરના સપોર્ટ સાથે આવે છે, તેમાં 5,000mAhની બેટરી આપવામાં આવી છે.અને પાવરફુલ બેટરીની મદદથી તમે 17.2 કલાક યુટ્યુબ, 19.3 કલાક વોટ્સએપ, 49 કલાક કોલિંગ, 85.4 કલાક સ્પોટિફાઇ અને 8.1 કલાક ગેમિંગ કરી શકશો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.