હાર્દિક ભાઈને હાર્દિક સલાહ ભાજપમાં જવાનું વિચારતા હોય તો ટાળે: રેશ્મા પટેલ

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલા ઘમાસાણની વચ્ચે વધુ એક રાજકીય પાર્ટીના નેતાએ હાર્દિક પટેલને પોતાની પાર્ટીમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું છે.

છેલ્લા સમયથી હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલી નારાજગી વચ્ચે NCPના પ્રદેશ મહિલા પ્રમઉખ રેશ્મા પટેલે મોટું હાર્દિક પટેલને NCPમાં જોડાવવાનું આમંત્રણ આપતાં ગુજરાતના રાજકારણમાં પુનઃ ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. અને મહત્વનું છે કે, રેશ્મા પટેલે જણાવ્યું મારી હાર્દિક ભાઈને હાર્દિક સલાહ છે કે, જો તેઓ ભાજપમાં જવાનું વિચારતાં હોય તો ટાળે, અમે ડૂબકી મારીને બહાર નીકળ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. તાજેતરમાં હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મુકી છે.અને હાર્દિકે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.