રાજપીપળાનો ટાઉન PI જગદીશ ચૌધરીને ACBએ 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો…

દેશવ્યાપી બોગસ ડિગ્રી અને માર્કશીટ કૌભાંડમાં નર્મદા પોલીસે વાહ વાહી મેળવી હતી.અને તે જ કેસમાં આરોપી સામેનો કેસ નબળો પાડવા અને કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ ન કરવા રાજપીપળા ટાઉન PI હરિયાણામાં ACBના હાથે રૂ, 2 લાખની લાંચ લેતા ઝડપાતા નર્મદા પોલીસમાં સોપો પડી ગયો છે.અને PIએ 3 લાખની લાંચ માંગી હતી અને તે લેવા 2 દિવસ રજા મૂકી હરિયાણા ગુરૂગ્રામ ગયા હતા.

દેશભરમાં ચલાવાતા ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી કાંડને ઉજાગર કરી નર્મદા જિલ્લા પોલીસે ડિપાર્ટમેન્ટની વાહ વાહી મેળવી હતી.અને હવે આજ કેસમાં તપાસ ચલાવી રહેલા રાજપીપળા ટાઉન PI હરિયાણામાં ACBના હાથે આરોપીના પરિવાર પાસેથી રૂ. 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર PI જગદીશ ચૌધરીએ અમરિંદર પુરીના કેસને નબળો પાડવા અને પૂરક ચાર્જશીટ કોર્ટમાં ન સોંપવા માટે રૂપિયા 3 લાખ રૂપિયાની લાંચ માગી હોવાની ફરિયાદ હતી.

દેશના સૌથી મોટા બોગસ ડીગ્રી કૌભાંડમાં નર્મદા પોલીસને વાહવાહી મળી હતી. જોકે, તાપસ અધિકારી રાજ્ય બહારની પોલીસના હાથે લાંચ લેતા ઝાડપાતા પોલીસના માથે લાંચનો દાગ લગાડ્યો છે.

રાજપીપળા ટાઉન પી.આઈ જગદીશ જે.ચૌધરીને હરિયાણાના ગુરૂગ્રામમાં 2 લાખની લાંચ લેતા હરિયાણા સ્ટેટ એ.સી.બી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એની સ્થાનિક પોલીસ દ્વારા રવિવારે રાત્રે જ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજપીપળાના ટાઉન પી.આઈ જગદીશ ચૌધરીને રાજ્ય વિજિલન્સ બ્યુરો અને હરિયાણાની રોહતક ટીમ દ્વારા રવિવારે રાત્રે ગુરુગ્રામના સેક્ટર-49 વિસ્તારમાંથી 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. સોમવારે લાંચિયા PIને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

હરિયાણાના ગુરૂગ્રામના ડીએલએફ ફેઝ-1માં રહેતા સંદીપપુરીએ PI જગદીશ ચૌધરીનો સંપર્ક કરીને 1 લાખ રૂપિયા આપ્યા હતા. એ પછી પણ તેઓ રાજી ન થયા. પછી બાકીના બે લાખ રૂપિયા ગુરુગ્રામમાં આપવાનું નક્કી થયું. વાતચીતને કર્યા પછી, સંદીપપુરીએ સ્ટેટ વિજિલન્સ બ્યુરો, હરિયાણાને ફરિયાદ કરી હતી. ફરિયાદ સામે આવતાની સાથે જ બ્યુરોના ગુરુગ્રામ રેન્જના DIG બલવાન સિંહ રાણાએ સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી હતી.અને લાંચ લેતા ઈન્સ્પેક્ટરને પકડવાની જવાબદારી બ્યુરોની રોહતક ટીમના ઈન્ચાર્જ DSP સુમિત કુમારને સોંપવામાં આવી હતી. વાતચીત મુજબ ઈન્સ્પેક્ટર જગદીશ ચૌધરી સેક્ટર-49 વિસ્તારમાં સંચાલિત એક ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો અને ત્યાં જ પૈસા લેતા ટીમે તેને પકડી લીધો હતો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.