મહાનગર વડોદરાના નિઝામપુરા મારૂતીનગર કોમ્પ્લેક્સ પાસે રસ્તા પર ઊભેલી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભુકી ઊઠી હતી. જેના કારણે થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આ બસમાં કોઈ પ્રવાસી ન હોવાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ખાનગી બસમાં લાગેલી આગને પગલે ફાયરની ટીમ યુદ્ધના ધોરણે સ્થળ પર પહોંચી ગઈ હતી. પછી આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. વડોદરાના નિઝામપુરા પાસે પાર્થ ટ્રાવેલ્સની એક ઓફિસ આવેલી છે. આ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગી હતી.અને જેના પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ખાનગી બસમાં લાગેલી આગને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પછી સ્થાનિકોએ બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી.
બસ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે બસમાં કોઇ મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રસ્તા વચ્ચે આગ લાગી હોવાને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર અટકી ગયો હતો. બસમાં આગ કેવી રીતે લાગી એ અંગે કોઈ કારણ સામે આવ્યું નથી. પણ બસમાં શોક સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.અને વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અનુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, લક્ઝરી બસમાં આગ લાગવાનો કોલ મળતા જ ટીમ સાથે અમે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ પહેલા સુરતમાંથી આવી જ ઘટના સામે આવી હતી. જોકે, એમાં જાનહાનિ થતા ભાવનગરના પરિવારમાં માતમ છવાયો હતો.
જોકે, ઉનાળાના સમયમાં પહેલા બેટરીવાળા વ્હીકલ્સમાં આગ લાગવાની ઘટના બનતી. હવે બસ અને કારમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે.જેમાં ખાસ કરીને ખોટી રીતે થયેલું વાયરીંગ અને ખુલ્લા વાયર જવાબદાર હોય છે. આ કેસમાં કોઈ મુસાફર અંદર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. બસ ગણતરીની સેકન્ડમાં આગની ચપેટમાં આવી ગઈ હતી. થોડાં સમયમાં તો કાળા ધુમાડાં નીકળવા લાગ્યા હતા.અને જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગને કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ રસ્તો ખુલ્લો કરી દેવાયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.