હવે કોહલી ફ્લોપ થયો તો ટીમમાંથી ડ્રોપ કરવામાં આવશે, આ પૂર્વ બોલરનું કહ્યું…

ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહે વિરાટ કોહલીના IPLમાં ચાલી રહેલા ખરેબ પરફોર્મન્સને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે જો કોહલી હવે આગામી 2-3 મેચમાં રન નહીં બનાવી શકે તો RCBની ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ પણ કરી શકે છે.અને વિરાટ કોહલીનું ખરાબ ફોર્મ રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધની મેચમાં પણ જોવા મળ્યું હતું. બે મેચમાં સતત ઝીરો રન પર આઉટ થયા પછી તેને આ મેચમાં ઓપનિંગમાં મોકલવામાં આવ્યો હતો. જોકે ટીમની આ રણનીતિ પણ કામ ન આવેલી જોવા મળી હતી.

કોહલી 10 બોલમાં માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તેણે પોતાની ઈનિંગમાં માત્ર 2 ચોગ્ગા માર્યા હતા. જાણીતા બોલર ક્રૃષ્ણાએ તેની બીજી જ ઓવરમાં આઉટ કરી દીધો હતો. આ અંગે ભારતના પૂર્વ બોલર આરપી સિંહે કોહલી અંગે વાત કરતા કહ્યું હતું કે વિરાટ એક ઘણો જ મોટો પ્લેયર છે. તેમાં કોઈ શંકા નથી. પરંતુ સૌને દેખાઈ રહ્યું છે કે તે હાલ ફોર્મમાં નથી. તે એક એવો પ્લેયર છે જે બોલરોને ડોમિનેટ કરે છે.અને ટીમ મેનેજમેન્ટ અને કોહલી બંને ઘણી કોશિશ કરી રહ્યા છે પરંતુ કંઈ થઈ નથી રહ્યું. જોકે કોહલી પોતાના સારા ફોર્મથી વધારે દૂર નથી. પણ જો તે આગામી 1-2 મેચમાં ફ્લોપ રહ્યો તો RCB તેને બ્રેક આપી શકે છે.

વિરાટ કોહલી IPLમાં સૌથી વધારે રન કરનારો ખેલાડી રહી ચૂક્યો છે પરંતુ ગયા વર્ષે અને આ વર્ષની સીઝનમાં તેના બેટથી કોઈ રન બની રહેલા જોવા નથી મળ્યા. એક પછી એક દરેક મેચમાં તે ફ્લોપ રહેલો જોવા મળ્યો છે. તેની ઉપર દબાવ હોવાનું સાફ દેખાઈ રહ્યું છે.અને આ સિવાય રોયલ ચેલેન્જર્સના દિગ્ગજ બેટ્સમેન ગ્લેન મેક્સવેલ પણ કોહલી જેમ આ સીઝનમાં કંઈ ખાસ ફોર્મમાં જોવા નથી મળી રહ્યો.

રાજસ્થાન વિરુદ્ધની મેચમાં તે પહેલી બોલ પર જ આઉટ થઈ ગયો હતો. પોતાના લગ્નના કારણે તે RCBની ટીમ સાથે મોડેથી જોડાયો હતો. તે અત્યાર સુધીની છ મેચમાં 177ની સ્ટ્રાઈક રેટથી માત્ર 124 રન બનાવી શક્યો છે.અને રાજસ્થાન સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સની ટીમ 145ના સ્કોરની સામે માત્ર 115 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.