હોઠે આવેલો લાડુ પાછો ખેંચાઇ જાય કોંગ્રેસની તેવી સ્થિતિ થશે?”જાણો વિગતવાર..

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અને રાજ્યની મુખ્ય બે પાર્ટી ભાજપ અને કોંગ્રેસને લઈને રોજરોજ નવા સમાચારો વહેતા થયા કરે છે.છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસનું માળખું ડૂબતું નજરે પડે છે અને જેને કિનારા સુધી પહોંચાડવા કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતાઓ દ્વારા કવાયત કરવામાં આવી રહી છે.રાજ્યની વિધાનસભાની ચુંટણીનો ધ્યાને લઇને કોંગ્રેસે દિલ્હી લેવલે પ્રશાંત કિશોર અને ગુજરાત લેવલે નરેશ પટેલ માટે લાલ જાજમ પાથરવાની તૈયારી કરેલી અને જેમાં એક ફટકો પ્રશાંત કિશોરે આપી દીધો છે.

જ્યારે બીજી બાજુ પણ હવે કોંગ્રેસ અને પ્રશાંત કિશોરને લઈને જે નવી બાબતો સામે આવી રહી છે તે જોતાં નરેશ પટેલ પોતાનો રાજકીય દાવ શરૂ કર્યા પહેલા જ જાતે પૂરો કરી દે તો નવાઈ નહીં હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.