સુરતમાં મહિલા કુરિયર પાર્સલમાં ડ્રગ્સ મંગાવતી હતી અને પડોશીને ફોન કરી પાર્સલ લેવાનું કહેતી હતી….

સુરતના ડુમસ રોડ પરથી માતા-પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયા બાદ નવસારી સ્થિત તેના ઘર પર તપાસ કરતા દોઢ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મહિલાના ઘર પર કુરિયરમાં એક પાર્સલ આવતા તેમાં પણ ડ્રગ્સ જ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. મહિલાની ગેરહાજરીમાં તેના ઘર પર અવારનવાર કુરિયરમાં પાર્સલ આવતા હોવાનો ખુલાસો થયો છે. મહિલા ફોન કરી પાડોશીઓને પાર્સલ લઈ લેવાનું કહેતી હોવાનો ખુલાસો થયો છે.જેમાં મહિલા અને તેના પરિવારજનોની ધરપકડ થયા બાદ તેના ઘર પર પાર્સલ આવતા પોલીસે પાર્સલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સની હેરાફેરી મામલે સુરત પોલીસે માતા-પુત્રની ધરપકડ કર્યા બાદ નવસારી પોલીસે તેમના ઘર પર તપાસ કરી પિતા-પુત્રની પણ ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હતી.અને સુરતમાંથી મહિલા પાસેથી 235 ગ્રામ ચરસનો જથ્થો અને ત્યારબાદ વધુ તપાસમાં તેના ઘરપરથી 1 કિલો 566 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પુછપરછ કરતા ચરસનો જથ્થો હીમાચલ પ્રદેશથી લાવેલ હોવાનું જણાવ્યું હતું.અને નવસારી ખાતે રહેતા એક જ પરીવારના ચાર સભ્યો પૈકી મહિલા આરોપી શાન્તાબેન કે જે ” શિતલ આંટી ” ના નામથી સુરત શહેરના પોશ વિસ્તારમાં પ્રખ્યાત હોય અને નવસારી ખાતે રહી પોતાના મળતીયાઓ મારફતે હિમાચલ પ્રદેશ ખાતેથી ચરસનો જથ્થો મંગાવી પોતાના નવસારી ખાતેના રહેણાકમાં રાખી છુટક રીતે સુરત શહેરના હાર્દ સમાન પોશ વિસ્તારમાં ચરસનો જથ્થો વેંચાણ કરી સુરત શહેરના યુવાધનમાં નાર્કોટીક્સ જેવા નશીલા ઝેરી પદાર્થના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાનો વેપલો ચલાવતા હતા .

જલાલપોરમાં રહેતી શાન્તાબેન ઉર્ફે શીતલ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાતા તેના પાડોશીઓ ચોંકી ઉઠ્યા છે. કારણ કે, શીતલ સુરતમાં હોસ્પિટલમાં નોકરી કરતી હોવાનું પાડાશીઓને કહ્યું હતું. શીતલ પોતાની ગેરહાજરીમાં પોતાના પાડોશીઓને કુરિયમાં આવેલું પાર્સલ લઈ લેવાનું પણ કહેતી રહેતી. શીતલની ધરપકડ બાદ પણ કુરિયરમાં પાર્સલ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે હાલ પાર્સલ કબજે લઈ તપાસ હાથ ધરી છે.અને શીતલ કુરિયરમાં જ ડ્રગ્સ મંગાવતી હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પાર્સલની તપાસ બાદ ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.