સુરતમાં પણ જોવા મળશે દુબઇ જેવી શાન,જેણે ‘બુર્ઝ ખલીફા’ની ડિઝાઈન બનાવી તે હવે સુરતના આ વિસ્તારના ઈમારતની ડિઝાઈન બનાવશે..

સુરત મુગલીસરાના સાંકડા રસ્તા પર ચાલતી સુરત મહાપાલિકાની મુખ્ય કચેરી માટે નવું ભવન બનાવવાનો પ્રોજેકટ છેલ્લા આઠ વર્ષથી ટલ્લે ચડી રહ્યો હતો.અને હવે આ નવા ભવન માટે રિંગ રોડના સબજેલની જગ્યા નક્કી કરવામાં આવી છે.અને સાથે સાથે આ પ્રોજેકટમાં પ્રગતિ પણ આવી ગઈ છે ત્યારે મનપાનું આ નવું વહીવટી ભવન બનાવવા માટે દુબઇની બુર્ઝ ખલીફા સહિતની વિશ્વની 10 જાણીતી ઇમારતોમાં સ્થાન પામતી ઇમારતોની કન્સલ્ટન્સી કરનારી એજન્સી કન્સલ્ટન્સી કરશે.અને મ્યુનિ.કમિ. બંછાનિધિ પાની દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી હોય, ટેન્ડર પ્રક્રિયા સુધી આ પ્રોજેક્ટ પહોંચી ચૂક્યો છે.ત્યારે દેશના આઇકોનિક બિલ્ડીંગમાં ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

આ બિલ્ડીંગની હાઇટ 109 મીટરની આસપાસ રહેનાર છે.અને તેથી નિયમ મુજબ 70 મીટરથી વધુ ઉંચાઇ ધરાવતી ઇમારતો માટે રાજ્ય સરકારે બનાવેલી ટોલ બિલ્ડીંગ એપ્રુવલ કમિટીની મંજૂરી જરૂરીની રાહ જોવાઇ રહી છે.જેથી આ કમિટીની હવે પછીની મીટિંગમાં મંજૂરી મળી જાય કે તુરંત ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી સુરત મનપાના તંત્રવાહકોએ કરી રાખી છે તેવું કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

રિંગરોડ સ્થિત જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા આ પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની કચેરીઓને પણ સમાવી લેવા માટે નક્કી કરાયું છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ મળી શકે છે.અને આથી 3.50ની FSI વધીને હવે 5.4ની FSI મળી શકે તેમ હોવાથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 14.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થશે. ગુજરાતની આઇકોનિક બિલ્ડિંગ તરીકે નિર્માણ થનારા મનપાના નવા વહિવટી ભવન માટે અમદાવાદની આઇએનઆઇ ડિઝાઇન સ્ટુડિયો કંપની દ્વારા ડિઝાઇન તેમજ તેનું આર્કિટેક્ચર તૈયાર કરાઇ રહ્યું છે.

અંદાજીત 900 કરોડના ખર્ચે સાકાર થનારા આ ભવનને ટોલ બિલ્ડિંગ નોટિફિકેશનનો લાભ મળતાં એફએસઆઇમાં વધારાને પગલે હવે આ ઇમારત 109 મીટરની ઉંચાઇની બનશે જેની મંજુરીની રાહ જોવાઇ રહી છે. તેમજ રાજયની આઇકોનિક બની રહેનારી આ ઇમારતની કન્સલ્ટન્સી સીબીએમ અને લેરા નામની એજન્સીઓને સોંપાનાર છે. જે અમેરિકામાં હેડકવાર્ટર ધરાવે છે અને આ એજન્સીઓ એવી છે જેણે બુર્ઝ ખલીફા સહીત વિશ્વની ટોપટેન જાણીતી ઇમારતોની કન્સલ્ટન્સી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.