ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનમાં ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. વિરાટ કોહલી ઘણા લાંબા સમયથી સદી પણ લગાવી શક્યો નથી જ્યારે IPLમા તે બે વખત 0 પર આઉટ થઈ ચૂક્યો છે. રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે હાલમાં જ થયેલી મેચમાં વિરાટ કોહલી માત્ર 9 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.અને વિરાટ કોહલીના ફોર્મની ચિંતા ભારતીય ટીમ માટે માથાનો દુઃખાવો બની ગઈ છે.
IPL બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ T20 સીરિઝ રમવા ભારત આવશે અને ત્યારબાદ જૂનમાં આયરલેન્ડ, જુલાઈમાં ઇંગ્લેન્ડમાં T20 સીરિઝ રમાશે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ રમાશે. IPLને T20 વર્લ્ડ કપની તૈયારીના રૂપમાં જોવામાં આવી રહી છે અને એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે વિરાટ કોહલીને પણ ભારતીય T20 સ્ક્વોડમાંથી બહાર કરી શકાય છે. અને મળતા રિપોર્ટ્સ મુજબ વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન ભારતીય ક્રિકેટ બોર્ડ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.
BCCIના એક વરિષ્ઠ અધિકારી હાલમાં જ એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે તેની પુષ્ટિ કરી છે. બોર્ડને આશા છે કે પૂર્વ ભારતીય કેપ્ટન પોતાના ખરાબ ફોર્મના સંકટને દૂર કરી શકે છે. BCCIના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે તે ભારતીય ક્રિકેટનો દિગ્ગજ ક્રિકેટર છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું ફોર્મ નેશનલ સિલેક્ટર્સ અને BCCI માટે ખૂબ મોટી ચિંતાનો વિષય છે. અને રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે સિલેક્ટર્સ વિરાટ કોહલીના બેટથી રન ન નીકળી શકવાના કારણે ચિંતિત છે.
તેમણે આગળ કહ્યું કે અમે સિલેક્શન બાબતે હસ્તક્ષેપ કરવા માંગતા નથી. સિલેક્ટર્સે વિરાટ કોહલી અને અન્ય પર નિર્ણય લેવો પડશે. અમે તેમને પોતાનો નિર્ણય નહીં આપી શકીએ.અને જાહેર છે કે તેમને આ બાબતે વાતની ચિંતા છે કે તેની સાથે શું થઈ રહ્યું છે. જોકે નેશનલ સિલેક્શન સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ આ બાબતે ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. ભારતની T20 ટીમમાં વિરાટ કોહલીના ભવિષ્ય પર પૂછવામાં આવતા ચેતન શર્માએ કહ્યું કે હું આ બાબતે વાત કરવા માંગતો નથી. અને કોહલીએ 9 IPL મેચોમાં માત્ર 16ની એવરેજથી માત્ર 128 રન સાથે કોહલીને ઘણા પૂર્વ ક્રિકેટરો દ્વારા ક્રિકેટમાંથી બ્રેક લેવાની સલાહ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.