કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ફાસ્ટ બોલર પેટ કમિન્સને લઈને પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ મોટી પ્રતિક્રિયા આપી છે.અને તેમણે કહ્યું છે કે પેન કમિન્સને હવે કોલાકાતા નાઈટ રાઇડર્સની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો ન જોઈએ કેમ કે તેનું પ્રદર્શન એવું રહ્યું નથી. પેટ કમિન્સ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ ગત મેચમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નહોતો. તેની જગ્યાએ ટિમ સાઉદીને રમાડવામાં આવ્યો હતો. ટીમ સાઉદીએ કહ્યું સારું પ્રદર્શન કર્યું હતું અને 24 રન આપીને 3 વિકેટ લીધી હતી.
જોકે કોલકાતા નાઈટ રાઇડર્સને એ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો જે ટૂર્નામેન્ટમાં તેની સતત ચોથી હાર હતી. કોલકાતા નાઈટ રાઇડર્સની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે છે. એવામાં તેની સામે પ્લેઇંગ ઇલેવનને લઈને પડકાર રહેશે. તો આકાશ ચોપડાનું કહેવું છે કે પેટ કમિન્સને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો ન જોઈએ.અને એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર વાતચીત કરવા દરમિયાન તેમણે કહ્યું હતું કે પેટ કમિન્સે એક મેચમાં 50 રન બનાવ્યા પરંતુ બોલિંગમાં 150 રન આપી ચૂક્યો છે.
તેણે આગળ કહ્યું કે જો તે વિકેટ નહીં લે તો ટીમનું બેલેન્સ ખરાબ થઈ જશે. કોલકાતા નાઈટ રાઈડર્સ ટિમ સાઉદીને નહીં રમાડે. આન્દ્રે રસેલ એક સારો ઓલરાઉન્ડ ઓપ્શન છે. પોતાનો દિવસ હોવા પર સુનિલ નરીન પણ બેટથી શાનદાર પ્રદર્શન કરી શકે છે. હું પેટ કમિન્સને રમાડવાના પક્ષમાં નથી. પેટ કમિન્સની વાત કરીએ ત્યાં સુધી તેણે 4 મેચ રમી છે અને આ દરમિયાન 4 જ વિકેટ લીધી છે જ્યારે તેની ઈકોનોમી રેટ 12ની રહી છે. બેટથી તેમણે અત્યાર સુધી 63 રન બનાવ્યા છે જેમાંથી 56 રન તો તેણે માત્ર મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધની મેચમાં જ બનાવી દીધા હતા.અને તેનાથી ખબર પડે છે કે બાકી મેચોમાં તે સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે.
IPL 2022મા કોલકાતા નાઈટ રાઈડર્સની સ્થિતિની વાત કરીએ તો તેને 8 મેચમાંથી 3 મેચમાં જીત મળી છે. આ રીતે તે 6 પોઈન્ટ સાથે આઠમા નંબરે છે. કોલકાતા નાઈટ રાઇડર્સની આગામી મેચોની વાત કરીએ તો આજે તેની મેચ દિલ્હી કેપિટલ્સ (DC) સાથે રમાશે અને ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ સાથે 2 મે અને 7 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ 7 મેના રોજ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.