દેશભરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે. આમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને તેથી સરકાર આ ઘટનાઓને લઈને ઘણી ગંભીર છે.અને હવે એવા અહેવાલ છે કે સરકારે ઇલેક્ટ્રિક વાહન કંપનીઓને નવા મોડલ (ટુ-વ્હીલર) લોન્ચ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
તાજેતરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે આ ઘટનાઓ અંગે ઇલેક્ટ્રિક વાહન કંપનીઓ સાથે બેઠક યોજી હતી. મીડિયા રિપોર્ટસના મતે મીટિંગમાં મંત્રાલયે મૌખિક આદેશમાં જણાવ્યું હતું કે તેઓ તેમના નવા મૉડલનું લૉન્ચિંગ હાલ પૂરતું અટકાવી દે. અને અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ બે ડઝન ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ છે.
આ ઘટનાઓની તપાસ માટે સરકારે નિષ્ણાત સમિતિની રચના કરી હોવાની પણ માહિતી આપવામાં આવી હતી. અને સમિતિને આ ઘટનાઓને રોકવા માટેના પગલાં સૂચવવા પણ કહેવામાં આવ્યું છે. કમિટીના તપાસ રિપોર્ટના આધારે સરકાર ડિફોલ્ટર કંપનીઓ માટે ફરજિયાત આદેશ રજૂ કરશે. ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા-કેન્દ્રિત માર્ગદર્શિકા રજૂ કરવામાં આવશે અને જો કોઈપણ કંપની ગુણવત્તાના મામલે બેદરકારી દાખવશે તો તેના પર ભારે દંડ વસૂલવામાં આવશે.
આગ લાગ્યાની ઘટનાઓ બાદ ઇલેક્ટ્રિક 2-વ્હિલર્સ બનાવનાર બે મુખ્ય કંપની ઓલા ઈલેક્ટ્રિક અને ઓકિનાવા ઓટોટેક એ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું રિકોલ કર્યું છે.અને તેમાં Ola એ 1441 અને Okinawa એ 3215 સ્કૂટર રિકોલ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.