સોખડા મંદિર વિવાદ પર હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે. જેમાં હાઈકોર્ટે ગઈકાલે બંને પક્ષોને સાથે બેસી ચર્ચા કરવા માટે કહ્યું હતુ. તેમજ આજે બંને પક્ષો કરેલ ચર્ચાની માહિતી કોર્ટને આપવી પડશે. તેમજ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદ મામલે ગત રોજ ગુણાતીત સ્વામીનો મૃતદેહ મળી આવ્યો હતો.અને તેમાં એફ.એસ.એલની ટિમની તપાસમાં નવા ખુલાસા બહાર આવ્યા છે.
જેમાં ગુણાતીત ચરણ સ્વામીના રૂમ નંબર 21માં ગાળિયો મળી આવ્યો છે. તેમાં ગત સાંજે 7.30 ની આસપાસ મૃતદેહ મળી આવ્યો હતો.અને પોલીસે પાંચ સ્વામીની પૂછતાછમાં ચોકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. તથા પ્રભુપ્રિય સ્વામીએ ગુણાતીત સ્વામીને ફાંસો ખાધેલ હાલતમાં જોયાનું બહાર આવ્યું છે.
ગઇકાલે સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં પ્રેમસ્વવરૂપ સ્વામીના વકીલને હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે સોખડા આશ્રમ તમારું નથી, તેઓ સંસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી તેમનું પોતાનું આશ્રમ ન કહી શકાય.અને આ સાથે જ પ્રબોધસ્વામીએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે જ્યારથી બંધક સાધુઓને બાકરોલ શિફ્ટ કરાયા છે ત્યારથી પ્રેમસ્વરૂપ સ્વામીએ રસોડું બંધ કરવી દીધું છે ન માત્ર આટલું પણ બાકરોલમાં ચાલતું બાંધકામ પણ પ્રેમ સ્વરૂપસ્વામીએ બંધ કરાવી દીધું છે.
આ ઉપરાંત નામદાર હાઇકોર્ટે બંધક સાધુઓને અન્ય સ્થાને ખસેડયા બાદ તેમની સ્થિતિ અંગે પણ અરજદારના વકીલની પૂછ્યું હતું. વધુમાં હાઇકોર્ટે તમામ પક્ષકારોના એડવોકેટને મધ્યસ્થી કરી સમાધાન કરવવા માટે કહ્યું હતું.અને જેને લઈને ત્રણેય પક્ષકારો વચ્ચે સાંજે બેઠક પણ મળી હતી. આ મામલે વધુ સુનાવણી આજે હાથ ધરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.