ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.અને તેમાં ગાડીમાંથી ઉતરતા જે.પી.નડ્ડાને ભાજપની નવી ટોપી પહેરવામાં તકલીફ પડી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી.નડ્ડાને ટોપી પહેરાવી હતી. તેની ક્ષણો કેમેરામાં કેદ થઇ છે.
તેમજ ઢોલ-નગારાં સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.અને જેમાં કમલમને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે જે.પી નડ્ડા સાથે તમામ ધારાસભ્યો, સંસદસભ્યો સહિતના નેતાઓની બેઠક યોજાઇ છે. જેને લઈ તમામ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.