‘છૈયા છૈયા’, ‘મુન્ની બદનામ હુઈ’, અને ‘ગુડ નાલ ઈશ્ક મિટા’ જેવા પોતાના ડાંસ નંબર્સ માટે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. મલાઈકાએ કહ્યું હતું કે, જ્યારે તેણે બોલિવૂડમાં એન્ટ્રી મારી ત્યારે પોતાની કારકિર્દીના પ્રારંભીક તબક્કામાં તેની સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હતો.
મલાઈકાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક વીડિયો જોકીથી કરી હતી. ત્યાર બાદ તે અનેક ડાંસ વીડિયો અને ફિલ્મોના ગીતમાં ચમકી હતી.
ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરાએ એવું જણાવ્યું કે, શ્યામવર્ણા રંગને કારણે તેને શરૂઆતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ભેદભાવનો ભોગ બનવું પડયું હતું. અરોરાએ કહ્યું કે જ્યારે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કાળા-ધોળાનું સામ્રાજ્ય ફેલાયું હતું.મને હંમેશાં કાળા રંગની કેટેગરીમા રાખવામાં આવી હતી. ચેટ શોમાં અરોરાએ પોતાના ડ્રીમ વેડિંગ સાથે અર્જુન કપૂરના સંબંધ સુદ્ધાંની પણ વાત કરી હતી. અરોરાએ કહ્યું કે, મારો રંગ શ્યામવર્ણો હોવાથી શરૂઆતમાં મને ખૂબ તકલીફ પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.