‘પાણી નહીં તો વોટ નહીં’, દિયોદરમાં ખેડૂતોએ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું

દિયોદરમાં વધુ એક આંદોલનનું રણશિંગુ ફૂંકાયું છે. અખાત્રીજના દિવસથી ખેડૂતો દિયોદરની પ્રાંત કચેરીએ ધરણાં પ્રદર્શન કરશે. સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે ખેડૂતો આકરા પાણીએ જોવા મળ્યા છે. અખાત્રીજના દિવસે ધરતી પૂજન કરી ખેડૂતો આંદોલનની શરૂઆત કરશે અને સુજલામ સુફલામમાં પાણી નહિ અપાય તો ચૂંટણી બહિષ્કારની ખેડૂતોએ ઉચ્ચારી હતી ચીમકી.

ભર ઉનાળે સર્જાયેલી પાણીની અછતને લઇને ખેડૂતોનું હવે જળ આંદોલન. મોટી સંખ્યામાં અખાત્રીજના દિવસે ખેડૂતો દિયોદર પ્રાંત કચેરીએ પહોંચશે. અને જ્યાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની માંગ સાથે તેઓ ધરણા પ્રદર્શન કરશે.

જે દેશમાં વડાપ્રધાન દ્વારા ખેડૂતો માટે મોટા મોટા નિર્ણયો લેવાની વાત કરવામાં આવે છે, જે રાજયમાં મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોના હિતની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત તો એ છે, કે આજે પણ દેશનો ખેડૂત પાણીની સમસ્યાઓથી નિયમિતરૂપે હેરાન પરેશાન થતો જ નજરે પડે છે. ક્યારેક તો આત્મહત્યા જેવા પગલાં પણ ભરી લેતો હોય છે અને ત્યારે દિયોદરના આ ખેડૂતોને ન્યાય મળશે કે પછી માત્ર તંત્રની મોટી મોટી વાતો, તે હવે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.