અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેણે લઇને અમદાવાદ એરપોર્ટ પર અદાણી ગેસે ડોમેસ્ટિક ચાર્જીગ સ્ટેશન પણ ઉભું કર્યું છે.અને સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોની સારી સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે.
નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે. એક ડ્યુઅલ ગન સાથે CCS2 (સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ) 60KW અને બીજી GBT ડ્યુઅલ ગન છે. એટલે કે કોઈપણ ફોર-વ્હીલરને લગભગ એક કલાકમાં બંને ચાર્જર 80% સુધી ચાર્જ કરી શકે છે. ચાર્જિંગની ગતિ વાહનના ડ્રોઇંગ પાવર પર આધારિત છે અને જે EV અને કારના મેકમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા નિયંત્રિત થાય છે. કારની ચાર્જિંગ સ્પીડ કારના નિર્માણ પર વધુ નિર્ભર છે.
SVPI એરપોર્ટ સસ્ટેનેબીલીટીની દિશામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે, જેમાં સામાન્ય લાઇટ્સના સ્થાને એનર્જી સેવર LED લાઇટ્સનો ઉપયોગ કરવો, બે ટર્મિનલ વચ્ચે શટલ સેવામાં ઇલેક્ટ્રિક સેડાન કારનો વપરાશ કરવો અને વધુમાં વધુ ઉર્જા સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગ્રીન કવરમાં વધારો કરવા જેવી અનેક પહેલોનો સમાવેશ થાય છે.
ATGL ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની દિશામાં પહેલ કરી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે. ATGLએ લોક ભાગીદારીથી ‘ગ્રીનમોસ્ફિયર’ ની દિશામાં નેતૃત્વ કરી રહ્યું છે.અને જેનો હેતુ સામુદાયિક વનીકરણ કાર્યક્રમો દ્વારા સદીઓ સુધી ઉર્જા ઓડિટ દ્વારા ટકાઉપણા વિશે જનજાગૃતિ લાવવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.