અમેરિકાએ ભારતમાં આતંકી હુમલાને લઇ કર્યો ચોંકાવનારો ખુલાસો, ISIS એક વાર કરશે આવું

ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના ચીફ અબુ બકર અલ-બગદાદીના મૃત્યુ બાદ પણ ખતરો હજુ ટળ્યો નથી. જો કે વાત એમ છે કે આ આતંકી સંગઠન દુનિયાભરમાં પોતાનો પગપેસારો કરી ચૂકયું છે. અમેરિકાનું કહેવું છે કે અત્યારે દુનિયામાં ISની 20 બ્રાન્ચ ખૂલી ચૂકી છે. ચિંતાની વાત એ છે કે એક શાખા દક્ષિણ એશિયામાં પણ એક્ટિવ છે અને તેને ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાની કોશિષ કરી હતી. એક ટોપ અમેરિકન અધિકારીએ પોતાના સાંસદોને આ માહિતી આપી છે.

ISISએ એક વખત ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાની કોશિષ કરી હતી’

અમેરિકાના રાષ્ટ્રીય આતંકનિરોધક સેન્ટરના કાર્યકારી નિર્દેશક રશેલ ટ્રેવર્સે અમેરિકન સાંસદોને કહ્યું કે ISISના ખુરાસાન ગ્રૂપ એટલે કે ISIS-Kએ ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલાની કોશિષ કરી હતી. આઇએના તમામ જૂથોમાંથી ISIS-K અમેરિકા માટે સૌથી વધુ ચિંતાની વાત છે. આ આતંકી જૂથ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે અને ISના નવા ચીફ સાથે પોતાનું કનેકનશ પણ જાહેર કરી ચૂકયા છે. અમેરિકન સેનેટર મેગી હસનના પ્રશઅનના જવાબમાં ટ્રૈવર્સ એ આ માહિતી આપી.

ક્ષેત્રમાં આતંકી હુમલો કરવાની ISIS-Kની તાકત અંગે પૂછવા પર ટ્રૈવર્સે કહ્યું કે તેમને ચોક્કસ અફઘાનિસ્તાનની બહાર હુમલો કરવાની કોશિષ કરી છે. તેમણે ગયા વર્ષે ભારતમાં પણ આત્મઘાતી હુમલો કરવાની કોશિષ કરી હતી પરંતુ તે નિષ્ફળ રહી. હસન ગયા મહિને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ ગયુ હતું. આ દરમ્યાન તેમણે અમેરિકન સેનાની ISIS-Kની તરફથી વધતા ખતરાને લઇ માહિતી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.