બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રહેતા વ્યક્તિએ તેની પત્નીને પરત મેળવવાની માગ સાથે હાઈકોર્ટમાં હેબિયસ કરેલી છે. સુનાવણી બાદ હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને આદેશ કર્યો છે કે, કોર્પસ (અરજદારના પત્ની)ને શોધીને પાલનપુર લિગલ સર્વિસ ઓથોરિટીની મદદથી તેને વીડીયો કોન્ફરન્સથી હાઈકોર્ટ સમક્ષ રજૂ કરો.અને આ માટે જિલ્લા પોલીસ વડા યોગ્ય કાર્યવાહી કરે.
હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદાર અને કોર્પસ બંને પુખ્તવયના છે.અને કોર્પસ (યુવતી) બી.એડનો અભ્યાસ કરે છે. આ બંનેએ બીજી ફેબ્રુઆરી, 2022ના લગ્ન કરેલા છે અને માર્ચ માસમાં તેમણે લગ્ન નોંધણીનુ સર્ટીફિકેટ મળેલુ છે. આ બંનેએ નક્કી કરેલુ કે બી.એડની પરીક્ષા બાદ તેઓ બંને તેમના પરિવારજનોને લગ્નની જાણ કરશે. પરીક્ષા બાદ યુવતીએ તેની બહેન અને પરિવારને લગ્નની જાણ કરેલી. જેના લીધે નારાજ પરિવારજનોએ તેને ગોંધી રાખી છે. આ ઘટના બાદ યુવતીએ અભયમની ટીમને જાણ કરેલી જેથી અભયમની ટીમ યુવતીના પિતાના ઘરે ગયેલી.અને આ સમયે, યુવતીના પરિવારે અભયમની ટીમ સાથે ઝઘડો કરેલો અને તેમની અટકાયત કરેલી.
અરજદારની રજૂઆત બાદ હાઈકોર્ટે ટકોર કરેલી કે યુવતીને બચાવવા માટે ગયેલી અભયમની ટીમ પર જો હુમલો થતો હોય અને તે સલામત ન હોય તે બાબત બહુ ગંભીર ગણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.