સોશિયલ મીડિયાની મિત્રતા અમદાવાદની યુવતીને પડી મોંઘી જાણો વિગતવાર…

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. દિકરીઓ હોય કે પછી મહિલા. સુરક્ષાને લઇને સવાલો ઉઠી રહ્યા છે. અત્યારનો જમાનો એવો થઇ ગયો છે કે વિશ્વાસ કોની પર કરવો ? પિતા-પુત્રી અને ભાઇ બહેનના સંબંધઓને લજવતી ઘટનાઓ સામે આવે છે. નોકરીનું સ્થળ હોય કે પછી ઘરની ચાર દિવાલ.અને મહિલા- દિકરી સુરક્ષાને લઇને રોજબરોજ ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદમાં 3 યુવકો દ્વારા યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના ગોમતીપુરની આ વાત છે. 3 યુવક દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. વળી યુવતીના અશ્લીલ ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી. આ ત્રણેય જુદા-જુદા સમયે અને અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીની મિત્રતા થઇ હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અને ત્યારે અહીં સોશિયલ મીડિયામાં પર અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરતા પહેલી ચેતી જવાની જરુર છે. ક્યાંક મિત્રતાની આડમાં અનીચ્છનીય બનાવ ન બની જાય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.