કોરોના સંક્રમણના બે વર્ષ પછી હવે સરકારી કર્મચારીઓ અને વેપારીઓ વિદેશ પ્રવાસના આયોજન કરી રહ્યાં છે. હાલ સ્કૂલોમાં વેકેશનનો માહોલ હોવાથી દૂર અંતરના પ્રવાસ નક્કી થઇ રહ્યાં છે જેના પરિણામે પાસપોર્ટ ઓફિસમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે.અને હાલના સમયમાં પ્રતિદિન 1500થી વધુ ફાઇલોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં 2020 અને 2021ના વર્ષમાં કોરોના સંક્રમણ હોવાથી વિદેશ જતી ફ્લાઇટ બંધ હતી પરિણામે ગુજરાતી પરિવારો વિદેશમાં જઇ શક્યા નથી. વિશ્વના પ્રવાસન મથકો પણ બંધ રહ્યાં હતા પરંતુ હવે કોવિડનો ખતરો ટળી જતાં પરિવારો વિદેશ પ્રવાસના આયોજન કરી રહ્યાં છે.અને સચિવાલયમાં કામ કરતા કર્મચારીઓએ પણ વિદેશના પ્લાનિંગ બનાવવાના શરૂ કર્યા છે.
પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર પાસપોર્ટ માટેનો ઘસારો વધ્યો છે. પહેલા બીજા દિવસે જ એપોઇન્ટમેન્ટ મળી જતી હતી. તેના બદલે હવે બે ત્રણ દિવસ રાહ જોવી પડે છે. પાસપોર્ટ સહાયતા કેન્દ્રો પર મોટા પ્રમાણમાં અરજદારો આવી રહ્યા છે.અને વિદેશ ફરવા જવા ઉપરાંત વિદેશ ફરવા જનારા વિદ્યાર્થીઓનો ધસારો પણ વધી રહ્યો છે.
સામાન્ય દિવસોમાં પણ ગુજરાત પાસપોર્ટ ઓફિસ દ્વારા વર્ષે 6,00,000થી વધુ પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવે છે. જોકે, બે વર્ષ સુધી ચાલેલી મહામારીને કારણે લાંબા સમય સુધી પાસપોર્ટ ઓફિસ બંધ રહી હતી. સરકારની ગાઈડલાઈન મુજબ પાસપોર્ટ ઓફિસ અને સહાયતા કેન્દ્રો શરૂ કરાયા હતા અને અનિવાર્ય સંજોગોમાં પાસપોર્ટ કઢાવવો જરૂરી હોય તેવા લોકોને જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હતી.અને હવે મહામારી કાબૂમાં આવતા ઓફિસો પૂર્ણરૂપથી કાર્યરત થઇ છે.
બીજીતરફ વિશ્વના દેશોએ પણ પ્રતિબંધ હટાવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરતાં પ્રવાસીઓએ ફરવા જવાનું મન બનાવ્યું છે. સચિવાલયમાં સળંગ ત્રણ રજાઓ હોય ત્યારે મોટાભાગે કર્મચારી પરિવારો રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં જવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે વિદેશ જવાનો ક્રેઝ વધી રહ્યો છે અને ગુજરાતમાં ફરીવાર પાસપોર્ટ કચેરીઓ ધમધમતી થઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.