મોંઘવારીમાં વધુ એક માર,રાંધણ ગેસમાં ફરી ભાવ વધારો. રૂ.1000એ પહોંચ્યો ભાવ

સામાન્ય જનતાને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. તેલ કંપનીઓએ સ્થાનિક ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ઘરેલુ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે.અને અગાઉ માર્ચ 2022માં સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસના ભાવમાં 102.50 રૂપિયાનો વધારો કર્યો હતો. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર પર આ કિંમતોમાં વધારો કરાયો છે.અને કિંમતમાં વધારા બાદ હવે આ બ્લુ સિલિન્ડરની નવી કિંમત દિલ્હીમાં 2355.50 રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 2253 રૂપિયા હતી.

તો 5 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હાલમાં 655 રૂપિયા છે. એક મહિના પહેલા 1 એપ્રિલે એલપીજી સિલિન્ડરના ભાવમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અગાઉ 1 માર્ચે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને જ્યારે 22 માર્ચે તેમાં 9 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.