બોલિવુડ એક્ટર અભિષેક બચ્ચન બોલિવુડના તે સેલિબ્રેટીઝમાંથી છે જે સતત ટ્રોલ થતો હોય છે. સામાન્ય રીતે અભિષેક બચ્ચન આ પ્રકારની ચર્ચામાં ક્યારેય ઉતરતો નથી, પરંતુ તાજેતરમાં જ તેની ધીરજ ખૂટી ગઇ અને અભિષેક જવાબ આપ્યો છે જેનાથી તમામ ટ્રોલર્સ ચૂપ થઇ ગયા.
વાસ્તવમાં થયું એવું કે અભિષેક બચ્ચને ટ્વિટર પર એક પોસ્ટ કરી આ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ” મન્ડે મોટિવેશન… એક ઉદ્દેશ રાખો..એક લક્ષ્ય બનાવીને રાખો…કંઈ પણ અસંભવ, જેને તમે પૂરું કરવા ઈચ્છો છો, પછી દુનિયાની સામે સાબિત કરો કે આ અસંભવ નથી. ” જોકે અભિષેકના આ ટ્રોલને અમુક લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક ટ્રોલર્સ નેગેટિવ રિસપોન્સ આપી રહ્યા છે.
એક યૂઝરે અભિષેકના પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યુ કે, ”સોમવારના દિવસે ખુશ રહેનાર વ્યક્તિને તમે શું કહેશો? બેરોજગાર?
જોકે યૂઝરની આ કમેન્ટનો જવાબ આપતા અભિષેક કહ્યું હતું કે ”ના, સહમત નથી. આપણે તેમને એવા લોકો કહીશું, જે કંઈ પણ કરે છે અને તેને જ પ્રેમ કરે છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.