રાજસ્થાન રોયલ્સનો (RR) લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ઇતિહાસ રચી દીધો છે. તેણે શનિવારે પંજાબ કિંગ્સની (PBKS) સામે ત્રણ વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ બનાવી દીધો છે.અને સાથે જ પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા પણ નિભાવી છે.
જોકે, યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં 11 મેચ રમીને 22 વિકેટ લઇ લીધી છે. આની સાથે જ તે IPL ઇતિહાસની કોઈ પણ ચાર સિઝનમાં 20 અથવા તેનાથી વધુ વિકેટ લેવા માટે બીજો બોલર અને પહેલો સ્પિનર બની ગયો છે અને આ કારનામું આ પહેલા શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા કરી ચૂક્યો છે.
યુઝવેન્દ્ર ચહલે પોતાની IPL કારકિર્દી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સાથે શરૂ કરી હતી. તે આ ટીમની સાથે ગત સીઝન સુધી રમ્યો RCBએ યુઝવેન્દ્ર ચહલને રીલિઝ કરી દીધો હતો, એવામાં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે (RR) 6.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને યુઝવેન્દ્ર ચહલને ખરીદી લીધો.અને આ પહેલા યુઝવેન્દ્ર ચહલે RCB માટે રમતી વખતે 2015, 2016 અને 2020ની સિઝનમાં 20 અથવા તેનાથી વધુ વિકેટ લીધી હતી.
મજાની વાત તો એ છે કે લસિથ મલિંગા આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો (RR) ટીમના બોલિંગ કોચ પણ છે. લસિથ મલિંગા જ IPLનો પહેલો બોલર હતો, જેણે કોઈ ચાર સિઝનમાં 20 અથવા તેનાથી વધુ વિકેટ લીધી હતી. લસિથ મલિંગાએ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમતી વખતે 2011, 2012 , 2013 અને 2015ની સિઝનમાં વિકેટ લીધી હતી અને 2015ની સિઝનમાં આ વિકેટ મેળવી હતી.રાજસ્થાન રોયલ્સની (RR) ટીમે છ વિકેટથી મેચ જીતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.