આ દેશમાં કેદીઓ બુક વાંચીને જેલમાંથી જલ્દી છૂટી શકે ,જાણો વિગતવાર…

બોલિવિયાની ભીડભાડવાળી જેલોમાં કેદીઓની સંખ્યાને નિયંત્રિત કરવા માટે નવી યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે. માહિતી અનુસાર બોલિવિયામાં મૃત્યુદંડ કે આજીવન કેદની સજા નથી. આવી સ્થિતિમાં કેદીઓને આ પદ્ધતિ ખૂબ જ પસંદ આવી રહી છે.અને તે જ સમયે, જેલ પ્રશાસન પણ આ પ્રોજેક્ટની સફળતાથી ઉત્સાહિત છે.

‘બુક્સ બિહાઈન્ડ બાર’ સ્કીમ હાલમાં બોલિવિયામાં સર્વત્ર ચર્ચાઈ રહી છે. આ પ્રોગ્રામ હેઠળ જેલમાં બંધ કેદીઓને તેમની મુક્તિની તારીખના થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા પહેલા જેલમાંથી બહાર નીકળવાની તક મળે છે.અને આ કાર્યક્રમ દેશની 47 જેલોમાં એક સાથે શરૂ કરવામાં આવ્યો છે.

એક અહેવાલ અનુસાર, બોલિવિયામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની કોઈ જોગવાઈ નથી. તે જ સમયે, દેશની ધીમી એટલે કે સુસ્ત ન્યાય પ્રણાલીને કારણે, અહીંની તમામ જેલો તેમની ક્ષમતા કરતા વધુ કેદીઓથી ભરેલી છે. આવી સ્થિતિમાં કેદીઓની સંખ્યાને નિયંત્રિત કરવાના હેતુથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.અને જેમાં સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

આ દિવસોમાં જેલમાં 865 કેદીઓને પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક જેલમાં કેદીઓ માટે લાયબ્રેરી ઉભી કરવામાં આવી છે. જ્યાંથી તેઓ કોઈપણ વિષયના પુસ્તકો વાંચી શકશે. આ જ કારણ છે કે આજકાલ જેલના લગભગ દરેક બીજા કે ત્રીજા કેદીના હાથમાં પુસ્તકો જોવા મળે છે. દરેક પુસ્તક વાંચ્યા પછી કેદીઓની કસોટી લેવામાં આવે છે. તેમાં સંખ્યાના આધારે સજા ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. આવી જ એક કેદી જેકલીન એક વર્ષમાં આઠ પુસ્તકો વાંચી ચૂકી છે અને તેણે ચાર રીડિંગ ટેસ્ટ પાસ કરી છે. તે કહે છે કે સુધારનો પ્રયાસ કરી રહેલા કેદીઓ માટે આ એક સારી શરૂઆત છે.

આ કાર્યક્રમથી પ્રોત્સાહિત થઈને બ્રાઝિલમાં આવા જ કેટલાક કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ બોલિવિયાના માનવાધિકાર સંગઠનોની વાત કરીએ તો તેમના મતે દેશની જેલોની હાલત ખૂબ જ ખરાબ છે. ત્યાંના કેદીઓ ભીડ અને અવ્યવસ્થાથી પરેશાન છે. અવારનવાર અહીંની જેલોમાં કેદીઓ પોતાની ખરાબ સ્થિતિને લઈને પ્રદર્શન કરતા રહે છે. આવી સ્થિતિમાં ઘણા કેદીઓ આ યોજનાનો લાભ લેવા સતત અભ્યાસ કરી રહ્યા છે.અને તે જ સમયે, સજા ઘટાડવા માટે, તે કેદીઓ પણ વાંચવાનું શીખી રહ્યા છે, જેઓ કોઈ મજબૂરીને કારણે વાંચતા લખતા નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.