તાજમહેલનું ફરી ચર્ચામાં આવ્યો 22 બંધ રૂમના દ્વાર ખોલાવવાહાઈકોર્ટમાં, અરજી દાખલ જાણો વિગતવાર..

તાજમહેલ અનેક રહસ્યો છુપાવીને બેઠો છે. હજુ સુધી તાજમહેલનું પુરેપુરુ રહસ્ય બહાર આવ્યું હતું.આવું જ એક રહસ્ય છતુ કરવા માટે હવે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હકીકતમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપીઠમાં એક અરજી કરવામાં આવી છે જેમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડીયાને તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવા માટે આદેશ આપવાની માગ કરવામાં આવી છે અને અરજદારોનું કહેવું છે કે 22 બંધ દ્વારમાં હિંદુઓની મૂર્તિઓ છે કે નહીં તે નક્કી કરવા માટે આવું કરવું જરુરી છે.

અરજદારોએ એવી પણ માગ કરી કે સત્ય શોધક કમિટીની રચના કરવી જોઈએ. તેમણે કહ્યું કે તાજમહેલના બંધ દ્વારમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિ લોક કરીને રાખવામાં આવી છે. અરજીમાં કેટલાક ઈતિહાસકારો અને કેટલાક હિંદુ ગ્રુપોના દાવાને પણ ટાંકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે તાજમહેલ મૂળ શિવમંદિર હતો અને તેથી તેના બંધ દ્વાર ખોલવા જોઈએ. હિંદુ ગ્રુપો અને સંતો એવો દાવો કરી રહ્યા છે કે તાજમહેલ એક શિવ મંદિર છે તો બીજા કેટલાકનું કહેવું છે કે તાજમહેલ મૂળ તેજોમહેલ છે.અને તાજમહેલ એક જ્યોર્તિલિંગ દેખાય છે તેવું અરજીમાં જણાવાયું છે.

અરજદારોની માગ છે કે તાજમહેલના 22 બંધ દ્વાર ખોલવાની જરુર છે તેમાં હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ બંધ કરીને રાખવામાં આવી છે. અરજદારોએ તેમની અરજીમાં એવું જણાવ્યું કે ચાર માળની બિલ્ડિંગમા ઉપલા અને નીચલા ભાગમાં કેટલીક રુમ એવી છે જેને કાયમી ધોરણે બંધ કરી રાખવામાં આવી છે અને પી એન ઓક બીજા ઈતિહાસકારોનું માનવું છે કે લોક કરી રાખવામાં આવેલી રુમમાં ભગવાન શિવની મૂર્તિઓ સાચવી રાખવામાં આવી છે.અને ઉલ્લેખનીય છે કે એવું કહેવાઈ રહ્યું છે સુરક્ષાને કારણે આ રુમ બંધ કરી રાખવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.