સુપ્રીમના ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણ બાદ ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જમશેદ બી પારડીવાલાની સુપ્રીમના જજ તરીકે નિયુક્તી કરાઈ છે. ત્યારે બન્ને જસ્ટિસ આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના શપથ લેશે. તેની સાથે જ 30 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા 34 થઈ જશે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડીને બન્ને જજની નિયુક્તીની ખબર આપી હતી.
બે નવી નિયક્તીની સાથે સુપ્રીમના કુલ જજોની સંખ્યા 34 થઈ છે. આ સુખદ સ્થિતિ અંદાજિત 2 દિવસ એટલે મંગળવાર સુધી જ રહેશે, કારણ કે 10 મેના રોજ જસ્ટિસ વિનીત શરણ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે અને અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ જેબી પારડીવાલા અને ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ધુલિયાની સુપ્રીમમાં નિયુક્તી માટે ચીફ જસ્ટિસ એનવી રમનાએ ભલામણ કરી હતી.અને તેમની ભલામણના થોડા દિવસો બાદ બન્ને જજોને સુપ્રીમમાં સમાવી લેવાયા છે.
જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ 1990માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. 1994માં તેઓ ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.અને તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.