ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL-2022મા શનિવારે થયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની (KKR) કારમી હાર થઈ છે. લખનોઉં સુપર જાયન્ટ્સે (LSG) અહીં 75 રનોથી જીત મેળવી છે અને કોલકાતાની ટીમ હવે પ્વાઈન્ટ ટેબલમાં આઠમા નંબર છે અને તેનું પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ છે જેમાં આ કારમી હાર પછી કેપ્ટન શ્રેયસ ઐય્યર ખૂબ જ નિરાશ દેખાયો.
શ્રેયસ ઐય્યરે મેચ પછી કહ્યું કે મેં હજી સુધી ઘણા ટોસ જીત્યા છે, પરંતુ સારું થાત કે હું ટોસ હારતે જેથી સામે વાળી ટીમોને નિર્ણય લેવાની તક મળતે.
લખનોઉંના હાથે 75 રનની હાર મળવા પર શ્રેયસ ઐય્યરે (Shreyas Iyer) કહ્યું કે, અમે બોલિંગ અને બેટિંગ બંને જગ્યા પર માત ખાઈ ગયા. લખનોઉંએ પાવરપ્લેમાં સારું બોલિંગ કર્યું, સાથે જ તેઓની શરૂઆત પણ ખૂબ જ સારી થઈ હતી.અને અમે ઓવર્સમાં ઘણી વાર પરત ફર્યા, પરંતુ તેનો ફાયદો નહીં ઉઠાવી શક્યા. કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના કેપ્ટને કહ્યું કે અમે પીચને પાડવામાં નાકામ સાબિત થયા. પીચ બે પ્રકારે વ્યવહાર કરી રહી હતી અને બોલ સ્ટોપ થઈને આવી રહી હતી. આ 150-160 સુધીની વિકેટ હતી, પરંતુ અમે વધુ રન ગુમાવી દીધા.
અંતે હંસતા-હંસતા શ્રેયસ ઐય્યરે (Shreyas Iyer) કહ્યું કે અમે ઘણા ટોસ જીત્યા છે પરંતુ સારું થાત કે તે ટોસ હું હારી જાત. જોકે અમે ખેલમાં અમારુ બેસિક્સ વ્યવસ્થિત નહીં રાખી શક્યા.અને પાવર-પ્લે અને ડેટ ઓવર્સમાં અમારે સુધાર લાવવો પડશે. અમારી કોશિશ રહેશે કે આગળની મેચમાં અમે સુધારો લાવી શકીયે.
અહીં તમને જણાવી દઈએ કે લખનોઉં સુપર જાયન્ટ્સે આ મેચમાં પહેલા બેટિંગ કરી અને 176 રનનો સ્કોર બનાવ્યો.અને જવાબમાં કોલકાતાની ટીમ ફક્ત 14.3 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ અને ફકત 101 રન જ બનાવી શકી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.