હાલ શહેરમાં દુષ્કર્મની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે.અને કાયદામાં કડક સજાની જોગવાઇ હોવા છતા નરાધમો તમામ બાબાતોને ઘોળીને પી જઇ નાની માસૂમ બાળકીઓને હવસનો શિકાર બનાવી રહ્યા છે.વધુ એક મનાવતાને શર્મશાર કરતી ઘટના અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી સામે આવી છે જેમાં 7 વર્ષની માસૂમ બાળકીને માતાએ બનાવેલ ભાઇએ નજર બગાડી હતી મામાંએ ભાણીને ફરાવવા લઇ જવાનું કહી આવવરૂ જગ્યા પર લઇ ગયો હતો અને તેના સાથે સુષ્ટી વિરુદ્ઘનો કૃત્ય આચર્યુ હતુ ત્યાર બાદ ઘરે મૂકી ગયો હતો.
જેને લઇ બાળકીને પેટમાં દૂખાવો થતા હોસ્પિટલ લઇ જવાયુ હતું જયા મેડિકલ તપાસ કરતા સમ્રગ ઘટના સામે આવી હતી આ અંગે માતએ બાળકીને ઘટના અંગે પૂછતા નરાધમ મામાનો ભાંડો ફૂટ્યો હતો જે અંગે માતાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં મામ વિરુદ્ઘ દુષ્કર્મની ફરિયાદ નોધાવી હતી અને જેમાં અમરાઇવાડી પોલીસે દુષ્કર્મી મામા વિરુદ્ઘ પોક્સ એકટ હેઠળ ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.