ઇલેક્ટ્રિક કાર ટેસ્લા માટે તમારે આટલો સમય રાહ જોવી પડશે જાણો વિગતવાર…

ભારત સરકારે કહ્યું છે કે, જો ટેસ્લા ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર વેચવા માગે છે, તો તેણે અહીં (ભારતમાં) તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવો જોઈએ. પરંતુ, ટેસ્લા આ માટે તૈયાર નથી.અને તે અમેરિકા અને ચીનમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી કાર આયાત કરવા અને ભારતમાં વેચવા માગે છે.

ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની છે. તેના માલિક એલન મસ્ક છે, જેમણે તાજેતરમાં ટ્વિટરની ખરીદીની જાહેરાત કર્યા પછી ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યા છે અને આખરે, અમેરિકન કંપની ટેસ્લા અને સરકાર વચ્ચે શું મુદ્દો છે, સરકાર શા માટે ટેસ્લાને ભારતીય બજારમાં પ્રવેશવા અનુમતી નથી આપી રહી?

સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવાયું છે કે, એલન મસ્કે ભારતમાં ટેસ્લાની એન્ટ્રીની યોજના મોકૂફ રાખી છે. સરકારના સતત નિવેદનો બાદ તેમણે આ નિર્ણય લીધો છે. હકીકતમાં, ભારતમાં ટેસ્લા કારના વેચાણ પર ટેક્સ ઘટાડવાની ટેસ્લાની માંગને સરકારે વારંવાર નકારી કાઢી છે અને એવું લાગે છે કે, આનાથી રોષે ભરાઈને મસ્કે ભારતમાં પ્રવેશની યોજના સ્થગિત કરી દીધી છે.

ટેસ્લાના આ નિર્ણયથી ભારતમાં ટેસ્લાની ઈલેક્ટ્રિક કારના વેચાણની શક્યતા હાલ પુરતી સમાપ્ત થઈ ગઈ છે. ભારતમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. સરકાર પણ ઈલેક્ટ્રિક કારના વેચાણને વધારવા માટે ઘણી રીતે મદદ કરી રહી છે. આવી સ્થિતિમાં, ટેસ્લા માટે ભારતીય બજારનું આકર્ષણ નોંધપાત્ર રીતે વધે છે. ટેસ્લા ભારતમાં તેની આયાતી કાર વેચવા માંગે છે. અત્યારે ભારતમાં આયાતી કારના વેચાણ પરનો ટેક્સ ઘણો ઊંચો છે. ઊંચા ટેક્સને કારણે ટેસ્લા કારની કિંમતમાં ઘણો વધારો થાય છે અને જેના કારણે હવે તે પોસાય તેમ નથી. એટલા માટે મસ્ક સતત ટેક્સ ઘટાડવાની સરકાર પાસે માગ કરી રહ્યા છે.

સરકારે કહ્યું છે કે, જો ટેસ્લા ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર વેચવા માગે છે, તો તેણે અહીં (ભારતમાં) તેનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવો જોઈએ. પરંતુ, ટેસ્લા આ માટે તૈયાર નથી. તે અમેરિકા અને ચીનમાં તેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી કાર આયાત કરવા અને ભારતમાં વેચવા માગે છે. સરકાર આને મંજૂર કરતી નથી અને તેનું કારણ એ છે કે, જો સરકાર ટેસ્લાને ટેક્સમાં છૂટ આપે છે, તો વિશ્વની અન્ય મોટી બ્રાન્ડ્સ પણ આવી છૂટ માગી શકે છે.

ભારતમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે PLI સ્કીમની જાહેરાત કરી હતી. આ હેઠળ, ઇલેક્ટ્રિક કાર કંપનીને ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે 45,016 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન મળશે. આમાં શરત એ છે કે, કંપનીની વૈશ્વિક આવક 10,000 કરોડ રૂપિયા હોવી જોઈએ.અને સ્થાનિક કાર કંપનીઓ માટે આ સ્થિતિ ઘણી મુશ્કેલ છે. જો કે, ટેસ્લા જેવી મોટી કંપનીઓ આ શરત સરળતાથી પૂરી કરે છે.

નિષ્ણાતોના મતે ભલે ટેસ્લા ભારતમાં તેની એન્ટ્રી પ્લાનમાં વિલંબનું કારણ ટેક્સ કહી રહ્યું છે, પરંતુ વાસ્તવિક મુદ્દો કંઈક બીજો છે. ઈલેક્ટ્રિક કારની બેટરીમાં લિથિયમનો મોટાપાયે ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક સમયથી તેનો પુરવઠો ઓછો છે. જેના કારણે તેની કિંમત પણ ઘણી વધી ગઈ છે. ભારતીય બજાર વિશાળ છે, જેના કારણે વેચાણ શરૂ થયા પછી ટેસ્લા કારની માગ ખૂબ વધી શકે છે. લિથિયમનો ઓછો પુરવઠો આમાં અવરોધ લાવી શકે છે. આ જ કારણ છે કે, ટેસ્લા હવે ભારતને બદલે ઈન્ડોનેશિયામાં તેની એન્ટ્રી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ઇન્ડોનેશિયામાં લિથિયમ વિપુલ પ્રમાણમાં ઉપલ્બધ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.