અફઘાનિસ્તાન-ઈરાનમાં ભારતની રણનીતિક અને વ્યાપારિક ઉપસ્થિતિથી પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. અમેરિકી સાંસદોનાં તાજેતરનાં રિપોર્ટમાં જાણકારી આપવામાં આવી છે કે ભારતની ઘેરાબંધીથી ગભરાયેલું પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન અને ઈરાનમાં પોતાના ઈરાદાઓ સાધવા માટે લાગ્યું છે. આ માટે ઇમરાન ખાન સરકાર એક તરફ ઈરાન સાથે નજીકતા વધારી રહી છે, તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં નબળી સરકાર બનાવવા માટેનાં પ્રયત્નોમાં લાગ્યું છે.
અમેરિકી સાંસદની એક સ્વતંત્ર દ્વિદલીય રિસર્ચ સર્વિસ (CRS)એ અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર પોતાના તાજેતરનાં રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાને આમ તો અફઘાનિસ્તાનમાં ઘણા દશકો સુધી સક્રિયતા દર્શાવી, પરંતુ આ સક્રિયતા નકારાત્મક હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાનની વધતી દોસ્તીથી ડર્યું છે અને ભારતની વિરુદ્ધ પોતાના ઇરાદા માટે પડોશી દેશ અફઘાનિસ્તાનનો ઉપયોગ કરવા ઇચ્છે છે. આવામાં ઇમરાન સરકાર અઘાનિસ્તાનમાં એક નબળી સરકાર બનાવવા ઇચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.