ઉનાળાની ઋતુમાં ઓછી આવકના કારણે લીંબુના ભાવ આસમાને છે.અને એક મહિના પહેલા લીંબુના ભાવમાં વધારો થયા બાદ હવે બજારમાં ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં જથ્થાબંધ બજારમાં લીંબુ 70 રૂપિયા પ્રતિ કિલો અને છૂટક બજારમાં 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદના લોકો હવે ટર્કિશ લીંબુનો રસ માણી શકશે. જ્યારે બીજી તરફ તુર્કીમાં વિપુલ પ્રમાણમાં લીંબુના કારણે લીંબુના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે. આથી તેને ગુજરાતમાં આયાત કરવામાં આવ્યું છે.
જથ્થાબંધ વેપારીઓનો દાવો છે કે તુર્કીમાંથી આટલી કિંમત અને આવકની સ્થિતિમાં આ પ્રથમ વખત લીંબુની આયાત કરવામાં આવી છે. તુર્કીથી 5 કન્ટેનર મારફતે 1 લાખ 15 હજાર કિલો લીંબુ મુંબઈ લાવવામાં આવ્યું છે. જે આવતીકાલે અમદાવાદ પહોંચશે. તુર્કીમાં લીંબુ પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. અને બીજી તરફ ગુજરાતમાં લીંબુની આવક ઘટી રહી છે અને ભાવ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓને તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે.
ટર્કિશ લીંબુની વિશેષતા વિશે વાત કરીએ તો, 1 લીંબુનું વજન લગભગ 100 ગ્રામ છે. તેની સરખામણીમાં, સ્થાનિક લીંબુનું સરેરાશ વજન 25-35 ગ્રામ છે. લીંબુ તેના મોટા કદના કારણે પણ રસદાર છે. તુર્કીથી ભારતમાં 90 રૂપિયા પ્રતિ કિલોના ભાવે લીંબુની આયાત કરવામાં આવી છે. 15-20 દિવસ પહેલા અમદાવાદ સહિત ગુજરાતના હોલસેલ માર્કેટમાં લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ. રમઝાન અને ચૈત્રી નવરાત્રિ બાદ લીંબુની માંગમાં આંશિક ઘટાડો નોંધાયો છે અને ભાવ 50-100 સુધી પહોંચી ગયા છે.
લીંબુ સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી અમદાવાદ આવે છે. પરંતુ દક્ષિણ ભારતમાં તોફાન અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી છે. અઠવાડિયા પહેલા લીંબુના 20 જેટલા વાહનો રોજ આવતા હતા હવે તેની સામે 3-4 વાહનો આવી રહ્યા છે. તો ફરી જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવ 80-130 કિલો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં વિદેશથી આવતા લીંબુ માંગને પહોંચી વળવામાં અસરકારક સાબિત થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.