AAP ને “પરિવતઁન યાત્રા”માં મળી રહેલ અભુતપુવઁ સફળતાથી ભાજપ-કોંગ્રૈંસમાં ફફડાટ

રાજ્યમાં ચૂંટણી પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે જેમાં ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનું શુભારંભ કરાયો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર સુધી અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડશે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરશે જેને લઈને ગઇકાલે ગુજરાતના અલગ-અલગ ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોથી શરૂ થયેલી યાત્રામાં આમ આદમી પાર્ટીને મળેલો પ્રતિસાદ જોઈને વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.

સોમનાથ..
સોમનાથ મંદિરે દર્શન કરીને ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ ગઈકાલે સવારે યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

દ્વારકા…
દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવી તેમજ ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલે ગઈકાલે કૃષ્ણ ભગવાનના દર્શન કરી પરિવર્તન યાત્રા શુભારંભ કરવામાં આવી હતી.

સિદ્ધપુર..
સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી અને સંગઠન મંત્રી રમેશ નાભાણી તેમજ મહામંત્રી સાગર રબારીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી.

અબડાસા..
અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા તેમજ ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવી દ્વારા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને સંગઠન મંત્રી રામ ધડૂક તથા આપ નેતા રાકેશ હિરપરા દ્વારા ગઈકાલે સાંજે 4 વાગ્યે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભાજપના નેતાઓ જાણે એકદમ એક્શન મોડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વિના ભાજપના નેતાઓ AAP સામે જાણે કે સીધી લડાઈમાં ના ઊતરી ગયા હોય! જોકે સામે પક્ષે AAP પણ પાછી પાની કરવાનું નામ નથી લઇ રહી, કારણ કે દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ AAPએ રાજકીય કૂટનીતિ એકદમ મજબૂત કરી દીધી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા અને ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા તેમજ ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

આ રીતે આમ આદમી પાર્ટીને મળી રહેલા પ્રતિસાદ પરથી શું ગુજરાતમાં પરિવર્તનનો પવન ફૂંકાઈ ચુક્યો છે? તે અંગેનો હવે આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ એક વાત તો ચોક્કસ કહી શકાય કે, ઠેર ઠેર આમ આદમી પાર્ટીને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેને જોઇને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના નેતાઓની ઊંઘ હરામ થઇ ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.