નવો મોબાઈલ લેવાનું વિચારી રહ્યા હોવ તો ફટાફટ ખરીદી લેજો સ્માર્ટફોનમાં આવશે ભાવ વધારો….

આજના યુગમાં લગભગ સૌ કોઈની પાસે પોતાના સ્માર્ટફોન હોય છે અને માર્કેટમાં એટલી બ્રાન્ડ્સના સ્માર્ટફોન્સ મળી રહ્યા છે કે, લોકો હવે દર વર્ષે એક નવો સ્માર્ટફોન ખરીદી લે છે અને જો આપ પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફટાફટ લઈ લેજો, રાહ જોતા નહીં, આવુ એટલા માટે છે કેમ કે, સ્માર્ટફોનની કિંમતમાં બહું મોટો વધારો આવવાનો છે.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે, હાલમાં જ એક રિપોર્ટ સામે આવ્યા હતો અને જેમાં જણાવ્યા અનુસાર સેમસંગ આવનારા મહિનામાં ચિપ પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવાતી સર્વિસિઝની કિંમતોમાં વધારો કરવાનું વિચારી રહી છે. કહેવાય છે કે ચિપ પ્રોડક્શનના ઉપયોગમાં લેવાતી સર્વિસની કિંમતમાં 15થી 20 ટકાનો વધારો આવશે.

જો આપ વિચારી રહ્યા છો કે, સેમસંગના આ પગલાથી સ્માર્ટફોન્સની કિંમત શા માટે વધી રહ્યા છે અને તો આવો અમે તેની પાછળનું કારણ જણાવીએ. આપને જણાવી દઈએ કે, મોટા ભાગના સ્માર્ટફોન, ટેબલેટ્સ અને ગેમિંગ કન્સોલમાં આ ચિપ્સનો ઉપયોગ થાય છે અને તેના કારણે અનુમાન લગાવામા આવી રહ્યું છે કે, કિંમતો વધશે.

આપને કદાચ ખબર નહીં હોય, સેમસંગ ઘણા સમયથી પોતાની ચિપ્સ પ્રોડક્શનની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી અને હવે કોવિડ કેસ, મટીરીયલની વધતી કિંમત અને માર્કેટની અસ્થાયી હાલતને જોતા આ બ્રાંડે સેમીકન્ડક્ટર પ્રોગ્રામની કિમંતને વધારી છે અને તેની અસર સ્માર્ટફોન્સની કિંમત પર પણ પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.