મોંઘવારીમાં વધુ એક માર,હવે મહિને લાઇટ બિલ વધીને આવશે….

ગરમીમાં હવે મોંઘવારી વધવા જઈ રહી છે. ઉનાળામાં સામાન્ય રીતે આપણે એસી, ફેનનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ.અને આવામાં હવે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે આખા ગુજરાતનું લાઈટ બિલ વધવાનું છે.

સામાન્ય રીતે આપણે જેટલા યુનિટ વિજળીનો વપરાશ કરીએ છીએ અને તે દરેક યુનિટ પર ફયુલ સરચાર્જ લાગે છે. હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે જાણ કરી છે કે દરેક યુનિટ પર લાગતા ફયુલ સરચાર્જમાં મે અને જૂનનાં લાઈટબિલમાં 42 પૈસાનો વધારો થશે.

ગયા વર્ષે દરેક યુનિટ પર 1 રૂપિયા 80 પૈસા સરચાર્જ લાગતું હતું.અને ત્યાર બાદ તે વધીને એક યુનિટ પર 2 રૂપિયા ને 20 પૈસા સરચાર્જ લાગતું હતું અને હવે તેમાં 42 પૈસાનો વધારો થતા 2 રૂપિયા અને 62 પૈસા સરચાર્જ થયું છે.

સામાન્ય રીતે બે મહિનાનું લાઈટ બિલ સામાન્ય ઘરમાં 4200 રૂપિયા આવે છે. તો આવામાં બે મહિનાનો સરેરાશ વિજળી વપરાશ 600 યુનિટ થાય છે.અને હવે 42 પૈસા પર યુનિટ સરચાર્જ વધતા 252 રૂપિયા બિલ વધારે આવી શકે છે, એટલે કે 4200 લાઈટ બિલ જો આવતું હોય, તો એ 4452 રૂપિયા થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.