સુવિધા / SBIનાં ઝીરો બેલેન્સ ખાતાધારકને ડેબિટ કાર્ડ મળશે સાથે ઈન્ટરનેટ બેકિંગની પણ સુવિધા મળશે

દેશની સૌથી મોટી સરકારી બેંક ભારતીય સ્ટેટ બેંક (State Bank of India)એ ઝીરો બેલેન્સ ખાતાને લઈને પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે. એસબીઆઇએ હવે આવા ખાતાઓ પર આપવામાં આવતી સુવિધાઓમાં વધારો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)ની ગાઈડલાઈન્સ પ્રમાણે, એસબીઆઈ (SBI)એ ફેરફાર કર્યા છે. નવી સુવિધાઓ લેવા માટે ગ્રાહકોએ કેવાઈસી (Know Your Customer)ના નિયમને પૂરા કરવા પડશે.

પ્રાઈવેટ બેંકોએ પણ ઝીરો બેલેન્સ અકાઉન્ટ ઓપન કરવાનું શરૂ કર્યું

ઝીરો બેલેન્સ અકાઉન્ટને બેઝિક સેવિંગ્સ ડિપોઝિટ અકાઉન્ટ (BSBD Account) પણ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારે ગત વર્ષે ગરીબ વર્ગના લોકોનેબેંકિગ સિસ્ટમ સાથે જોડવા માટે ઝીરો બેલેન્સ અકાઉન્ટની શરૂઆત કરી હતી. આ પ્રકારના અકાઉન્ટને કોઈ પણ સરકારી બેંકમાં ઓપન કરી શકાય છે. સરકારી બેંકો બાદ પ્રાઈવેટ બેંકોએ પણ ઝીરો બેલેન્સ અકાઉન્ટ ઓપન કરવાનું શરૂ કરી દીધું છે.

ઝીરો બેલેન્સ અકાઉન્ટ પર અત્યાર સુધી ડેબિટ કાર્ડ (Debit Card)ની સુવિધા મળતી હતી, પરંતુ અત્યારે એસબીઆઈએ આ સુવિધામાં વધારો કર્યો છે.​​​​​​​ઝીરો બેલેન્સ ખાતાધારકને ડેબિટ કાર્ડ તો મળશે સાથે ઈન્ટરનેટ બેકિંગ (Internet Banking)ની પણ સુવિધા મળશે. ડેબિટ કાર્ડથી મહિનામાં 4 વખત કોઈ પણ ચાર્જ વગર કેશ કાઢવાની સુવિધા મળશે. આ તમામ સુવિધા માટે ઝીરો બેલેન્સ અકાઉન્ટ હોલ્ડરે પોતાના અકાઉન્ટમાં મિનિમમ અથવા મેક્સિમબેલેન્સ રાખવાની જરૂર નથી. તેમાં અન્ય સેવિંગ અકાઉન્ટની જેમ વ્યાજ મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.