ઈઝરાયેલના રાજદૂતે કેજરીવાલની મુલાકાત કરી, તેમણે કહ્યું- અરવિંદ કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી….

ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને મંગળવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી અને દિલ્હી સરકાર તરફથી સત્તાવાર નિવેદન મુજબ, મુલાકાત બાદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી અને ઈઝરાયેલ માનવતાના કલ્યાણ અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે મળીને કામ કરી શકે છે તેમજ તેમના નિવેદન મુજબ કેજરીવાલ અને ગિલોને સમય સાથે દિલ્હી અને ઈઝરાયેલ વચ્ચે સંબંધો વધુ ગાઢ કરવાના સંબંધમાં ચર્ચા કરી.

નિવેદનમાં કહેવામાં આવ્યું, “તેમણે બંને દેશોના સંયુક્ત સમૃદ્ધ ઈતિહાસ વિશે વાત કરવાની સાથે જ તેને વધુ મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી અને સકારાત્મક પ્રગતિમાં દિલ્હી અને ઈઝરાયેલ કઈ રીતે એકબીજાની મદદ કરી શકે તે દિશામાં પણ વિચાર વિમર્શ કર્યો.” નિવેદનમાં ગિલોનનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, “હું દિલ્હીમાં રહું છું, એવામાં કેજરીવાલ મારા પણ મુખ્યમંત્રી છે અને તેમની સાથે મુલાકાત કરી હું બહુ ખુશ છું.”

સમાચાર સામે આવ્યા હતા કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કર્ણાટકની સ્કૂલના પૂસ્તક દ્વારા ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કર્ણાટકમાં શાળાના એક પુસ્તકથી ભગત સિંહ પર આધારિત એક પાઠ હટાવવાને લઈ દક્ષિણી રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કર્યો અને તેમણે કહ્યું કે આ પગલું મહાન સ્વતંત્રતા સેનાનીની શહાદતનું અપમાન છે અને કર્ણાટક સરકારે આ નિર્ણય પાછો લઈ લેવો જોઈએ.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે દેશ પોતાના શહીદોનું આવી રીતે અપમાન સહન નહીં કરે અને તેમણે ભાજપને સવાલ કર્યો કે, ‘તેમના લોકો’ ભગત સિંહને આટલી નફરત કેમ કરે છે. ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક સ્ટૂડેંટ્સ ઓર્ગેનાઈઝેશન અને ઑલલ ઈન્ડિયા સેવ એજ્યુકેશન કમિટી સહિત કેટલાંક સંગઠનોએ દાવો કર્યો કે કર્ણાટક સરકારે ભગત સિંહ પર આધારિત એક પાઠ સ્કૂલના પુસ્તકમાથી હટાવી દીધો છે તથા દસમા ધોરણની સંશોધિત કન્નડ પાઠ્યપુસ્તકમાં આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારનું ભાષણ પણ સામેલ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.