ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેન વિલિયમસન હવે આ સીઝનમાં ટીમ માટે નહીં રમે. હૈદરાબાદની ટીમે મંગળવારે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને રોમાંચક મુકાબલામાં 3 રનોથી માત આપી હતી. સનરાઈઝર્સ ટીમ પોતાની છઠ્ઠી જીતની સાથે પ્લેઓફની રેસમાં બરકરાર છે. હવે આ ટીમની એક જ મેચ બાકી છે, જે 22 મેના રોજ પંજાબ કિંગ્સની વિરુદ્ધ રમાવાની છે.અને પ્લેઓફ માટે હૈદરાબાદની ટીમને પોતાની આ અંતિમ મેચ મોટા માર્જિન સાથે જીતવી પડશે. સાથે જ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર માટે દુઆ કરવી પડશે.
આ વાતની જાણકારી ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા દ્વારા સૌને આપી હતી. હૈદરાબાદ મેનજમેન્ટ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે- અમારા કેપ્ટન કેન વિલિયમસન પોતાના દેશ પાછા ફરશે.અને ફ્રેન્ચાઈઝી કેમ્પના બધા સાથીઓ વિલિયમસન અને તેની પત્નીને સુરક્ષિત ડિલીવરી માટે શુભેચ્છા પાઠવે છે. તેમના ઘણે ઘણી ખુશી આવે.
કેન વિલિયમસન આ સીઝનમાં કંઈ સારું પ્રદર્શન કરી શક્યો નથી. તે માત્ર એક અર્ધ શતક ફટકારી શક્યો છે. તેણે આ સીઝનમાં 13 મેચો રમી છે. જેમાં 19.64ની સરેરાશથી 216 રન બનાવ્યા છે. આ સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે અત્યાર સુધીમાં 13 મેચ રમી, જેમાંથી 6 મેચમાં જીત મેળવી છે. હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 12 પોઈન્ટની સાથે 8મા નંબર પર છે તેમજ જોકે આ ટીમ પ્લેઓફની રેસમાં બનેલી છે પરંતુ તેમાં જવાની આશા એકદમ નાને બરાબર છે.
ગઈકાલની મુંબઈ સાથેની મેચમાં એક સમયે મેચ સનરાઈઝર્સ તરફ થઈ ગઈ હતી પરંતુ 18મી ઓવરમાં ટિમ ડેવિડે 3 સિક્સ મારીને મેચનો રૂખ બદલી નાખ્યો હતો અને છેલ્લી બે ઓવરમાં ટીમને માત્ર 15 રનની જરૂર હતી. પરંતુ વિલિયમસને ભુવનેશ્વરને ઓવર આપતા તેણે 19મી ઓવરમાં યોર્કર નાખીને એમઆઈને એક પણ રન આપ્યા ન હતા અને જેના કારણે મુંબઈ 3 રનોથી હારી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.